Helth

જો તમે પણ પીડાઇ રહ્યા છો આ બીમારી થી તો રહેજો ખજૂરથી દૂર નહીંતો થશે આટલા નુક્સાન…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવ શરીર એ કુદરત ની ઘણી જટિલ રચના છે. કુદરત દ્વારા બક્ષવામા આવેલ આ અમૂલ્ય શરીર ઘણી વખત બીમારી ઓ નો પણ ભોગ બને છે વળી આવી બીમારી ઓ થી સ્વસ્થ રહેવા માટે આપણા શસ્ત્રો મા અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને ખોરાક ના યોગ્ય સેવન વડે આપણે કઈ રીતે સ્વસ્થ થઈ શકીએ તે પણ દર્શાવવામાં આવ્યું છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છિએ તેમાં અલગ અલગ અનેક ગુણો હોઈ છે જે શરીર માટે ઘણા ફાયદા કારક ગણાય છે જોકે આવા ખોરાક નું યોગ્ય માત્રા માં જ સેવન કરવું જોઈએ નહીંતો તેના પણ ગેર લાભ જોવા મળે છે આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવન ના ઘણા ફાયદા તો છે પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન નુકસાન કારક પણ સાબિત થાય છે.

આપણે અહીં ખજૂર વિશે વાત કરવાની છે તમને જણાવી દઈએ કે નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 થી વધુ ખજૂર ન ખાવા જોઈએ આપણે સૌ જાણીએ છિએ કે ખજૂરમાં ડાયેટરી ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન અને વિટામિન બી6 અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

આ ઉપરાંત ખજૂર નું દૂધ સાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે તેમજ તેમાં રહેલ ફાઈબરની ભરપૂર માત્રા મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ દિવસમાં 5 થી વધુ ખજૂર ખાવાથી તમને નુકસાન થશે નીચેની બિમારી ઓ માં ખજૂર નું સેવન કરવું હિતાવહ નથી.

હાયપરક્લેમિયા તમને જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ ની માત્રા વધુ પ્રમાણમાં હોઈ છે માટે જ ખજૂર ના વધુ સેવનથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધુ જાય છે આ સ્થિતિને હાયપરક્લેમિયા કહેવામાં આવે છે જેના કારણે શરીર માં ઉબકા અને મૂર્છા ઉપરાંત સ્નાયુઓની નબળાઈ કળતર અને આંચકી જોવા મળે છે.

અસ્થમામા ઘણા લોકો ને ખજૂર ના સેવનથી એલર્જીનું કારણ બને છે તેવામાં જો કોઈ વ્યક્તિ અસ્થમાની સમસ્યાથી પીડાઇ રહી હોઈ તો તેવા વ્યક્તિઓ ને ખજૂર ખાવાથી તે વધી શકે છે જે બાબત અંગે અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું ડાયાબિટીસ ઉપરાંત બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે આપણે સૌ જાણીએ છિએ કે ખજૂર માં પુસ્કળ પ્રમાણમાં પ્રાકૃતિક મીઠીશ હોય છે જેના કારણે ખજૂર ના વધુ સેવનથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધવાનું જોખમ રહેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *