Helth

તમે પણ નહિ જાણતા હોવ લીલી બદામ ના આ ફાયદા લીલી બદામ નું સેવન કરે છે આટલી બીમારી દૂર કેન્સર…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમય માં કે જ્યાં લોકો માટે પોતાનું કામ વધુ મહત્વ ધરાવે છે તેવામાં વ્યક્તિ પાસે પોતાના સ્વાસ્થ્યને જાળવવાનો પણ સમય રહેતો નથી પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે સાચી સંપત્તિ તેનું તંદુરસ્ત શરીર છે. જેના કારણે લોકો પોતાના સ્વાસ્થને સારું રાખવા માટે અનેક યુકતિઓ કરતા હોઈ છે. તેમાં પણ જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો પોતાના સ્વાસ્થને લઈને વધુ ચિંતા કરતા થઇ ગયા છે.

જો કે જે લોકો પાસે કસરત કે અન્ય વસ્તુઓ કરવા માટે સમય નથી તેના માટે આપણા આયુર્વેદ માં અનેક એવી વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે કે જેના સેવન માત્રથી વ્યક્તિ અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે. આપણે અહીં એવી જ એક વસ્તુ વિશે વાત કરવાની છે કે જેનું સેવન માનવી માટે ઘણું ફાયદા કારક છે અને તેના દ્વારા માનવ શરીર ને અનેક પ્રકારના રોગો સામે લાડવા તાકાત મળે છે.

મિત્રો આપણે અહીં લીલી બદામ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ બદામ ખાઈએ છીએ તેની મદદથી માનસિક વિકાસમાં મદદ મળે છે તેવું માનવામાં આવે છે પરંતુ આપણે અહીં લીલી બદામ ના એવા ફાયદા વિશે વાત કરવાની છે કે જેના વિશે તમને માહિતી પણ નહિ હોઈ. મિત્રો સૌ પ્રથમ જણાવી દઈએ કે લીલી બદામ માં અનેક પોશાક તત્વો જેવાકે વિટામિન અને એન્ટીઓસિડેન્ટ ઉપરાંત ફ્લેવોનોડોઇશ જેવા અનેક પોશાક તત્વો હોઈ છે જે શરીર ને અનેક રીતે મદદ કરે છે.

લીલી બદામ હાડકા માટે ઘણી ફાયદા કારક છે. મિત્રો જણાવી દઈએ કે લીલી બદામ માં કેલ્શ્યમ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોઈ છે જેના કારણે લીલી બદામ ના સેવનથી હાડકા મજબૂત થાય છે અને તેના વિકાશ માટે મદદ મળે છે આ ઉપરાંત લીલી બદામ માં રહેલા વિટામિન ઈ ના કારણે બાળકોને અસ્થમા રોગ થતો નથી. આ ઉપરાંત હાડકાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે પણ લીલી બદામ મહત્વની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક વ્યક્તિ માટે આપણો ચહેરો અને આપણો લુક કેટલું મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિની પહેલી છાપ તેના દેખાવ પરથી જ પડતી હોઈ છે માટે જ દરેક વ્યક્તિ પોતાના લુક ને જાળવવા માટે અનેક ઉપાયો કરે છે. જો કે આ કામ માટે પણ લીલી બદામ ઉપયોગી છે. જે લોકોને વાળને લગતી સમસ્યા હોઈ એટલે કે વાળ ખારવા કે ખોડો જે વી સમસ્યા હોઈ ઉપરાંત જે લોકોને ચહેરો સુંદર રાખવો હોઈ અને ડાર્ક સર્કલ દૂર કરવા હોઈ તો વ્યક્તિ ને ફક્ત લીલી બદામ નું સેવન કરવાનું છે. જેમાં રહેલા વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ પદાર્થ મદદરૂપ સાબિત થાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકો પાસે કામ વધુ છે અને સમય ઓછો છે તેવામાં ઘણી વખત વ્યક્તિ કામમાં ને કામમાં ખોરાક યોગ્ય સમયે લેતો નથી વળી હાલ લોકોને ઘર કરતા બહારનો ખોરાક વધુ પસંદ આવે છે જેના કારણે હાલ કબજિયાત અને પેટને લગતી બીમારીઓ નું પ્રમાણ વધ્યું છે. આ તમે બીમારીઓ સામે લીલી બદામ રક્ષણ આપે છે. ઉપરાંત લોહી શુદ્ધ કરવા માટે પણ તે મદદરૂપ છે.

આપણે સૌ જાણીએ છીએ કે માનસિક શક્તિના વિકાસ માટે બદામ કેટલી ફાયદા કારક છે માટે આપણે સૌ સૂકી બદામ નું સેવન કરીએ છીએ તેના સ્થાને લીલી બદામનું સેવન માનસિક વિકાસ માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે આ ઉપરાંત લીલી બદામના તેલ વડે માલીસ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને લીલી બદામનું સેવન રોગપ્રતિકાર શક્તિ વધારે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમય માં રોગ પ્રતિકારક શક્તિ કેટલી જરૂરી છે. આમ લીલી બદામ માનવીને અનેક રીતે ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *