દરેક વખતે માણસની ભૂલની સજા મુંગા જાનવરોને સહન કરવી પડે છે જયારે એક સાપ ફસાયો…જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માણસ એકલો નથી કે જે આ પૃથ્વી પર વસે છે પરંતુ બીજા અનેક જીવો પણ છે કેજે આ પૃથ્વી પર વસે છે છતા પણ માનવી પોતે આ સમગ્ર પૃથ્વી નો રાજા અને માલિક હોઈ તેમ વર્તે છે. અને પ્રક્રુતિએ દરેક ને આપેલ સંસાધનો નો પોતે બેફામ ઉપયોગ કરે છે.
અને પોતાના મનને લાગે તેવી રીતે પોતે કુદરત ને નુકસાન પહોંચાડે છે અને અત્ર તત્ર દરેક જગ્યાએ કચરો ફેંકે છે અને કુદરત ને ખરાબ કરે છે. મનુસ્યના આવા વર્તનને અન્ય મૂંગા જીવો ને સહન કરવા પડે છે. માણસ દ્વારા ફેકેલ આવા કચરાના કારણે ઘણી વખત મૂંગા પશુઓ ના જીવ પર પણ આવી બને છે. ખોરાક ની તલાસ માં આવા પ્રાણીઓ પ્લાસ્ટિક ની થેલિઓ માં ફેકવામા આવેલ ખોરાક આરોગે છે અને તેના કારણે પ્લાસ્ટિક તેમના ગળામાં ચોટી જાય છે. અને તેઓ મૃત્યુ પામે છે.
તો ઘણી વખત માનવી પોતાના શોખ ખાતર પણ જાનવર ને હેરાન કરતા નજરે પડે છે. ટૂંકમાં માનવી દ્વારા કરવામાં આવેલ ગેરજીમેદાર ભર્યું વર્તન એ મૂંગા જાનવરો માટે ઘાતક સાબિત થાય છે. હાલ આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કોબ્રા સાપનું માથું કેન્મા ફસાઈ જાય છે. જોકે તે બાદ ઘણી મહેનત પછી તેને જીવતો બચાવી લેવામાં આવે છે. જો આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ આવો જ એક વીડિયો ઓડિશામાંથી સામે આવ્યો છે, જેને જોયા પછી તમે ફૂડ રેપર, કેન, કેન વગેરે ફેંકવાનું બંધ કરી શકો છો. જો વાત આ વિડીયો અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર ઓડિશામાં લગભગ 4 ફૂટ લાંબુ કિંગ કોબ્રાનું માથું બિયરના ખાલી કેન્મા ફસાઈ ગયું. આ ઘટના અંગે માહિતી મળ્યા બાદ પહેલા ગામના લોકોએ જાતે જ સાપને કેન્નિ બહાર કાઢવાનું વિચાર્યું, પરંતુ જ્યારે તેઓને સફળતા ના મળી તો તમણે, વન્યજીવ અધિકારીઓને જાણ કરી.
માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા તેમણે જોયું કે સાપ નું માથું ઘણી જ ખરાબ રીતે કેન્મા ફસયેલુ જોયું આ કામ તેમના માટે પડકારરૂપ હતું. કારણ કે જો કેનથી સાપને દૂર કરવામાં આવ્યો હોય, તો સાપને ગંભીર ઇજા થાય તેવી શક્યતા હતી. તેથી જ્યારે ઘણા પ્રયત્નો કર્યા પછી કોઈ કામ ન હોય, ત્યારે આખરે કેન્ને કાપીને કોબ્રાને મુક્ત કર્યા. આ રેસ્ક્યુ નું કામ લગભગ 20 મિનિટ ચાલ્યું જે પછી સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.