Gujarat

દુલ્હનએ કર્યું એવું કે જેથી પૂરું શેહરની નજર દુલ્હન પર જ રહી, દુલ્હન ઘોડા પર બેઠીને….

Spread the love

લગ્નની આ સિઝનમાં સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં ઘણી અલગ અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે, એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હનએ એવું કરે છે જેના લીધે પુરા શહેરની નજર આ દુલ્હન પર જ રહે છે.

આ વિડીયોએ પશ્ચિમ બંગાળના કોલકાતા શેહરનો છે જેમાં ઘોડા પર દુલ્હો નહી પરંતુ દુલ્હન બેઠેલી જોવા મળે છે. આ દુલ્હનનું નામ અનુષ્કા ગુહા છે જે કોલકાતામાં એરલાઇન્સમાં એરહોસ્ટેસ છે, થોડા સમય પેહલા જ કોલકાતામાં રેહનાર જીત મુખર્જી સાથે તેના લગ્ન નક્કી થયા હતા અને હવે તેઓ લગ્ન પણ કરી રહ્યા હતા.

આ વિડીયોની ખાસ વાત તો એ છે કે અનુષ્કાએ દુલ્હન બનીને ઘોડા પર સવાર થઈને પોતાના દુલ્હાને હોટેલ લેવા જાય છે, આવું જોઇને પૂરું શેહર આશ્ચર્ય પામ્યું હતું કારણ કે પેહલી વખત આવું થયું હશે કે કોઈ દુલ્હનએ પોતાના દુલ્હાને ઘોડા પર બેઠીને લેવા જશે. અનુષ્કાએ પોતાના જ લગ્નમાં ખુબ નાચી હતી. અનુષ્કાની ઈચ્છા હતી કે તે ઘોડા પર બેઠીને તે પોતાના જીવન સાથીને લેવા જાય.

જયારે અનુષ્કાને ઘોડા પર ચડવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેનો ખુબ સારો જવાબ આપ્યો હતો. લગ્ન પેહલા અનુષ્કાએ ઘોડા પર બેઠવાની ઈચ્છા રજુ કરી હતી અને આ ઈચ્છાને તેના માતા-પિતા અને સાસરિય પક્ષે પૂર્ણ કરી હતી. અનુષ્કાએ ધર્મશાળાથી ઘોડા પર સવાર થઈને જાનને હોટેલ સુધી લઈ ગઈ અને તેનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દુલ્હોએ કારમાં સવાર થયો અને દુલ્હનએ આગળ ઘોડા પર સવાર થઈને બને મંડપ સુધી પોહચ્યા.

આ દરમિયાન અનુષ્કાએ ખુબ આંદિત નજરે પડી હતી તે જાનૈયા સાથે ખુબ ખુશીથી નાચી હી હતી, ઘોડા પર બેઠેલ દુલ્હનને જોવા માટે ભારે એવી ભીડ જામી ગઈ હતી. તમામ લોકોએ દુલ્હનની એક જલક જોવા માટે આતુર હતા. ઘોડા પર ચડવાનું કારણ જણાવતા અનુષ્કા જણાવે છે કે ‘આજના સમયમાં પણ છોકરા અને છોકરી પ્રત્યે ભેદભાવ કરવામાં આવે છે એવામાં મે છોકરીને છોકરા બરાબર લાવવ માટે પોતાની આવી જાન કાઢી.’

બીજી તરફ દુલ્હો જીત મુખર્જી આ વાત જણાવા કહે છે કે “આવા કાર્ય કરવા સમાજને એક સારો સંદેશ આપે છે, એવું ના હોવું જોઈએ કે છોકરી ફક્ત ઘરમાં રહે ઘરના કામ કરે, તેને પણ બહાર નીકળવાનો અને આનંદ મેળવવાનો હક મળવો જોઈએ.” જયારે અનુષ્કા નાની હતી ત્યારે તે વારંવાર તેની માતાને પૂછતી હતી કે ‘કેમ ફક્ત દુલ્હો જ ઘોડા પર બેઠીને આવે? છોકરીઓ કેમ જાન લઈને ના આવી શકે? પછી તે જણાવે છે કે હું તો મારા લગ્નમાં ઘોડા પર બેઠીને જ જઈશ.’ અનુષ્કાના પરિવાર જનોએ આ સપનાને પૂરું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *