Gujarat

નવા વર્ષના પેહલા દિવસે આ કાર્ય કરવાથી ઘરમાં ધન અને સુખની પ્રાપ્તિ થશે, તુલસીના છોડને….જાણો તમામ ઉપાયો

Spread the love

આજે ૩૧મી ડીસેમ્બર છે એટલે કે આજે વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ છે હવે કાલે નવા વર્ષની શરુઆત થશે. આથી હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા ઉપાયો લોકો શોધતા હોય છે જેના દ્વારા આપણને કઈક સફળતા કે કઈક ધનની પ્રાપ્ત થશે. એટલું જ નહી આ નવા વર્ષના પેહલા જ દિવસે લોકો એ સવારે વેહલા ઉઠીને ભગવાનનું નામ લેતા હોય છે જેથી આવનાર પુરા વર્ષ દરમિયાન પરિવાર પર ભગવાનની કૃપા વરસતી રહે.

આજે અમે આ લેખના માધ્યમથી એવા અનેક ઉપાયો જણાવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમારા ઘરમાં અને પરિવાર પર માં લક્ષ્મીની સદાને માટે કૃપા વરસતી રેહશે. તો ચાલો તેના વિશે જાણીએ. નવા વર્ષના પેહલા દિવસે સૌ પ્રથમ ભગવા ગણેશની પૂજા કરવી. આ પૂજા માં ગણેશ ભગવાનને સિંદુર અને મોદક અર્પિત કરવા. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું મહત્વ ખુબ છે, માનવામાં આવે છે કે જો આપણે સાચા મનથી ભગવાનની પ્રાથના કરશું તો આપણા ઘરમાં રિધ્ધિ-સિધ્ધિ ભરમાર પુરા વર્ષ દરમિયાન રેહશે.

પરિવારના સુખ અને શાંતિ માટે બીજો એક ઉપાય પણ છે જેમાં માં લક્ષ્મીના આશીર્વાદ લેવા માટે કોઈ પણ યંત્રની પૂજા કરવામાં આવે છે એટલું જ નહી તેને માં લક્ષ્મીનું એક -પ્રતિક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જો તમે નવા વર્ષે શંખની પૂજા કરશો તો માં લક્ષ્મી ખુબ પ્રસ્સન થાય છે. આની જેવો જ સમાન એક ઉપાય પણ છે, મિત્રો તમે જાણતા જ હશો કે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને કેટલો પવિત્ર છોડ માનવામાં આવે છે, એવામાં જો તમે તુલસી ઉગાવેલ માટી પર સિક્કો દબાવશો તો તમારૂ ઘર-પરિવાર સુખી અને ખુશ રેશે તેવું માનવામાં આવે છે.

તમને જનાવી દઈએ કે લક્ષ્મી માં ને કમળનું ફૂલ ખુબ પસંદ હતું આથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે માતા લક્ષ્મીને કમળના ૫ ફૂલો અર્પિત કરવા જોઈએ. કેહવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. આવા ઉપાયો દ્વારા આપણે આપણા પરિવારને ખુશ અને સુખી રાખી શકીએ છીએ. આ ઉપાયોનો ઉપયોગ તમે અવશ્ય કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *