નાની એવી બાબત માં પતિએ મારી પત્ની ને ગોળી કારણ જાણીને તમને પણ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ લોકો ના સ્વભાવ ઘણા ટૂંકા થઇ ગયા છે જેના કારણે લોકો ને વાત વાત માં ગુસ્સો આવી જાય છે. નાની નાની વાત પર સર્જાયેલ ગુસ્સાના કારણે ઘણી વખત ઘણા મોટા પરિણામો પણ સહન કરવા પડે છે. હાલ લોકો એક બીજાનો જીવ લેતા પણ ખચકાતા નથી જેના કારણે આપણે ઘણી વખત ખૂન ના કિસ્સાઓ પણ જોતા અને સાંભળતા હોઈએ છીએ. જોકે ખૂનની પાછળ નું કારણ એ અલગ અલગ હોઈ શકે છે. આવા ગુને ગારોને ઘણી કડક સજા પોલીસ દ્વારા આપવામાં આવે છે.
હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પતિ એ પોતાની પત્ની ને શાક બનાવવા કહ્યું હતું પરંતુ પત્ની એ તેનું કીધેલું ન કરતા પતિ રોસે ભરાયો અને તેણે પત્ની ને ગોળી મારી દીધી ગોળી લાગવાના કારણે પત્ની ની ઘટના સ્થળ પર જ મોત થઈ ગઈ આ બનાવ બાદ આસપાસ ના વિસ્તાર માં શોક નો માહોલ છે. આ દુઃખદ બનાવ અંગે ની વિગતો આ મુજબ છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લા નો છે. આ વિસ્તાર માં આવેલ સરદારનગર નિવાસી કે જેમનું નામ સંદીપ છે તેણે પોતાની પત્નીનિ ગોળી મારીને હત્યા કરી છે. તેની પત્ની નું નામ નેહા છે. તમને જાણવી દઈએ કે સંદીપ અને નેહાના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. શરૂઆત માં તો બધું ઠીક હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમના માં થોડી માથાકૂટ ચાલતી હતી.
તેવામાં એક દિવસ નેહા અને સંદીપ વચ્ચે જમવાને લઇને માથાકૂટ થઈ કારણકે સંદપિએ નેહાને કોબીનુ શાક બનાવવા કહ્યું, પણ નેહાએ ટામેટાં બટેટાનુ શાક અને દાળ બનાવી. જેના કારણે તે બંને વચ્ચે ઝગડો થઈ ગયો. અને આ સામાન્ય ઘટના થી શરૂ થયેલ આ ઝઘડાએ ધીમે ધીમે મોટું રૂપ ધારણ કર્યું.
અને વાત એટલી હદે વધી ગઈ કે તેમની વચ્ચે મારપિટ પણ થઈ મામ્લો એટલી હદે વધી ગયો કે સંદીપ રૂમમાં ગયો અને બોક્સમાંથી પિસ્તોલ કાઢી અને નેહા પર ગોળી દિધિ. જેના કારણે તેનું મોત થયું. ગોળીનો અવાજ સાંભળીને અન્ય સંબંધીઓ પહોંચી ગયા, મૃતદેહને જોઈને તેઓ ચીસો પાડવા લાગ્યા.
જેના પછી સંદીપ ભાગતો ભાગતો ભમોરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ટેબલ પર ગન મૂકી અને રડતા રડતાં પોતાના ગુનાની કબૂલાત કરી જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે પિસ્તોલ કબજે કરી હતી. નેહાનો મૃતદેહ કબ્જે લીધો.