મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દુનિયા ના તમામ સબંધો પૈકી પતિ પત્ની નો સંબંધ ઘણો જ ખાસ માનવામાં આવે છે. લગ્ન સમયે પતિ અને પત્ની એક બીજાને એક જન્મ નહિ પરંતુ સાત જન્મ સાથે રહેવા માટે વચન આપે છે. પતિ અને પત્ની દરેક મુશ્કેલીઓ કે આવનારા તમામ પડકારોમાં એકબીજાની સાથે રહી ને તમામ મુશ્કેલીઓ નો સામનો કરવા માટે એક બીજાને વચન આપે છે. પતિ અને પત્ની ને જીવન રૂપી ગાડીના બે પૈડાં માનવામાં આવે છે કે જેમને સાથે મળી ને આ જીવન રૂપી ગાડીને આગળ લઇ જવાની હોઈ છે.
હાલ આવોજ એક પતિ પત્ની ના અતૂટ પ્રેમ અંગે નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં આ દંપતી વચ્ચે એટલો પ્રેમ હતો કે તેઓ સાથે જીવ્યા અને મૃત્યુ પણ સાથે જ પામ્યા આમ મોત પણ તેમને અલગ કરી શકી નહિ, જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ બનાવ રાજસ્થાન ના નાગૌર નો છે અહીં રહેતી એક દંપિત સાથે મૃત્યુ પામી છે. તેમના અવસાન પછી પરિવાર અને આસપાસ ના વિસ્તાર માં શોક નો માહોલ છે.
જો વાત આ દંપતી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વિસ્તાર માં રહેતા 78 વર્ષના રાણારામ સેન ભાઈ ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ સર્જાણી જેના કારણે તેમને સારવાર માટે પ્રથમ નાગૌર અને પછી જોધપુર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ તેમના પાર્થિવ દેહ ને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. પોતાના મૃત્યુ પામેલા પતિનું મોઢું જોઈને તેમની પત્ની ભંવરી દેવી આ દુઃખ સહન કરી શક્ય નહિ અને તેઓ પણ મૃત્યુ પામ્યા. આમ એક સાથે બંને પતિ પત્ની અવશાન પામ્યા.
જણાવી દઈએ કે રાણારામ સેન અને ભંવરી દેવી ને બે પુત્રીઓ છે. આ બંને પુત્રીઓ ના લગ્ન થઇ ગયા છે. માતા પિતાના અવસાન બાદ બંને પુત્રીના માથેથી એક સાથે માતા પિતાની છત્ર છાયા ચાલી ગઈ હતી. માતા પિતાના મૃત્યુ પછી અવસાન ને લગતી તમામ વિધિ બંને બહેનોએ સાથે કરી અને તમામ ફર્જ પણ જાતે નિભાવ્યા. જણાવી દઈએ કે રાણારામ સેન અને ભંવરી દેવીના લગ્ન લગભગ 58 વર્ષ પહેલા થયા હતા. તેઓ અહીંના શનિદેવ મંદિર માં પૂજા પાઠ કરતા હતા. તેમના અવસાન ના કારણે પરિવાર અને આસ પાસ ના વિસ્તારોમાં દુઃખ નો માહોલ છે. લોકોએ ભીની આંખે તેમને વિદાઈ આપી.