પેટ્રોલ અને ડિઝલ ના ભાવ માં જોવા મળેલ ઘટાડા બાદ ભાવોમા જોવા મળશે ફેરફાર જાણો ભાવ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વ અને દેશ માં મોંઘવારી એ માજા મૂકી છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી જીવન જરૂરિયાત ની વસ્તુઓ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેની ઘણી માઠી અસર મધ્યમ વર્ગ પર જોવા મળી છે. તેમાં પણ કોરોના આવ્યા પછી લોકોની આવક માં ઘટાડો જ્યારે ખર્ચ માં વધારો જોવા મળ્યો છે.
આપણે સૌ જાણીએ છિએ કે પેટ્રોલ અને ડિઝલ આપણા માટે ઘણું જરૂરી છે. અને છેલ્લા ઘણા સમયથી તેના ભાવો માં દેશ અને વૈશ્વિક સ્તર પર તેના ભાવો માં ઘણો વધારો જોવા મળ્યો હતો. જે ના કારણે પેટ્રોલ અને ડિઝલ ના ભાવો આસમાન આંબી ગયા હતા. વળી આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલ અને ડિઝલ ના ભાવ વધારા ના કારણે અન્ય વસ્તુઓના ભાવો પણ વધ્યા હતા.
જો કે દિવાળી ના સમય ગાળા માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ છેલ્લા લગભગ 20 દિવસથી તેની કિંમતો સ્થિર છે. જોકે તમને જણાવી દઈએ કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થોડી રાહત જોવા મળી છે. જેના કારણે શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની નીચે ગયો હતો. આ ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ ઘટીને $78.89 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આપણે સૌ જાણીએ છિએ કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડયા પછી રાષ્ટ્રીય સ્તરે તો તેમની કિંમતો સ્થિર છે. પણ દરેક રાજ્યમાં અલગ વેટ કપાતને કારણે પેટ્રોલ અને ડિઝલ ની કિંમતોમાં મોટો તફાવત જોવા મળ્યો છે. આ સમયે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.87 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
જો વાત અન્ય શહેરો અંગે કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂપિયા 109.98 પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. આ ભાવ કોલકાતામાં અનુક્ર્મે 104.67 રૂપિયા અને 89.79 રૂપિયા છે. જ્યારે વાત ચેન્નાઈની કરીએ તો અહીં એક લીટર પેટ્રોલ નો ભાવ 101.40 રૂપિયા છે અને ડીઝલ એક લીટર માટે 91.43 રૂપિયા છે.
બેંગ્લોરમાં એક લીટર પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર છે. આ ભાવો ભોપાલમાં અનુક્ર્મે 107.23 રૂપિયા અને 90.87 રૂપિયા છે.