પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે મુંબઈની યુવતીએ ઉત્તરપ્રદેશ સુધી સફર કરી પણ પ્રેમીએ લગ્નના ફક્ત ૨ દિવસમાં જ…
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના ઉપોયોગ કર્તાઓ ખુબ વધી ગયા છે.આમાં ફક્ત યુવાનો જ નહી પરંતુ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ પાસે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયાનેતો આમ એક મનોરંજનનું સાધન માનવામાં આવે છે પણ તેના ઉપયોગથી આપણે ઘણા બધા ઓનલાઈન મિત્રો પણ બનાવી શકીએ છીએ.
આપ સૌ તો જાણતા જ હશો કે હાલના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા લોકોને તેના સાથીદારો મળી જતા હોય છે અને સબંધ બંધાતા હોય છે, એવામાં અમુક રીલેશન એવા હોય છે જે મિલો દુર હોવા છતાં સોશિયલ મીડિયા દ્વારા નજીક રેહતા હોય છે, આજ અમે એક આવી જ ઘટના તમારી સમક્ષ લાવ્યા છીએ.
આ ઘટનામાં થાય છે કઈક એવું મુંબઈની એક યુવતીને ઉત્તર પ્રદેશના બીહટા ગામના એક યુવક સાથે પ્રેમ થાય છે, તેઓ એક બીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતા હોય છે તેમાંને તેમાં આ બંનેને એક બીજા સાથે પ્રેમ થાય છે, ત્યારપછી આ યુવતીએ પટના આવે છે અને તેઓ બંને એક બીજા સાથે હિન્દુ રીતિરિવાજમાં લગ્ન કરી લે છે. પણ લગ્નના બે દિવસ બાદ જ એવું થાય છે કે જેનાથી છોકરીને રોવાનો વારો આવ્યો હતો આ યુવકએ લગ્નના ફક્ત બે દિવસ બાદ યુવતીને મૂકીને ભાગી ગયો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવકએ ઈન્ટરનેટ પર વિડીયો બનાવતો હતો, આ વિડીયો જોઇને મુંબઈમાં રેહવા વાળી યુવતીને આ યુવક સાથે પ્રેમ થયો હતો, બંને ભલે આટલા બધા દુર રેહતા હોય છતાં તેઓ બને દિલથી ખુબ નજીક હતા જાણવા મળ્યું છે કે આ યુવક-યુવતીએ અલગ અલગ સમુદાયના હતા એટલું જ નહી એવું પણ જાણવા મળ્યું છે કે લગ્નના ફક્ત થોડાક દિવસ બાદ જ આ યુવકએ યુવતીને મૂકીને ભાગી ગયો હતો.
રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આવું થયા બાદ યુવતીએ આ યુવકને ઘણી વખત ફોન કરવાના પ્રયત્ન કર્યાં હતા પરંતુ આ યુવકએ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો, આથી યુવતીના કોઈ પણ સંપર્ક આ યુવક સાથે રહ્યો ન હતો એટલા માટે જ તે આ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગઈ હતી.
આ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં આ પીડિત યુવતીએ પોતાના બયાનમાં જણાવે છે કે’મને મારો પતિ જોઈએ, હું મારું બધું મૂકીને અહી આવી છુ હવે આ સ્ટેશનએ યુવકને બોલવામાં આવે છે અને મહિલા પોલીસ દ્વારા તેના પતિને સલાહ આપવામાં આવે છે અને તેનો પતિએ તેને સાથે રાખવા માટે પણ માની જાય છે. આ યુવતીએ પોતાના બયાનમાં સંપૂર્ણ બાબત જણાવતા કહે છે કે છેલ્લા ચાર-પાંચ માસથી અમે સાથે છીએ અને અમે લગ્ન કરવાનું પણ વિચારી લીધું હતું, અમારા લગ્ન થયા બાદ આ યુવકએ તેનો પરીવાર તેની પત્નીને નહી સ્વીકારે તેવું કારણ આપીને તે છોડી ગયો હતો.
જાણવા મળ્યું છે કે તે જ સમયે આ યુવકને સ્ટેશનએ બોલવામાં આવ્યો હતો અને કલાકો સુધી સલાહ આપીને તેને સમજવામાં આવ્યો હતો. આ સ્ટેશનના અધ્યક્ષ કિશોરી સહચરી જણાવે છે કે આ યુવક યુવતીએ અલગ અલગ સમુદાયના છે અને યુવકએ આ યુવતીને ઘરે લઈને ગયો છે. મિત્રો આવી જ રીતે ઓનલાઈન પ્રેમ થતો હોય છે પરંતુ આમાં અમુકનો પ્રેમ સફળ થતો હોય છે જયારે અમુકનો પ્રેમ નિષ્ફળ જતો હોય છે.