પોલીસ અને આર્મી દ્વારા આવી રીતે બચાવવામા આવી આ દોઢ વર્ષની બાળકી ને લોકી બોલી ઉઠ્યા…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશના જવાનો અને પોલીસ અધિકારીઓ ઘણા જ બહાદુર અને સહાસિક છે સાથો સાથ તેઓ લોકોની મદદ માટે પણ સતત તૈયાર રહે છે તેમના આવા જ કર્યો ને કારણે લોકો માં તેમના પ્રત્યે અલગ જ માન અને સન્માન ની લાગણી જોવા મળે છે જેના કારણે કોઇપણ લોકોને મુશ્કેલી આવે ત્યારે તેવા સમયગળા માં પણ લોકો તેમની મદદ માંગતા હોઈ છે હાલ આવો જ એક હર્ષ અપાવે તેવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં પોલીસ અને આર્મી દ્વારા એક દોઢ વર્ષની બાળકીનો ઘણી મહેનત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બાળકો નાના હોઈ ત્યારે તેમનું વિષેશ ધ્યાન રાખવું પડે છે કારણકે તેમને અમુક વસ્તુઓ અંગે જાણ હોતી નથી કે જે તેમને નુકશાન પહોંચાડી શકે. તેમાં પણ દરેક વ્યક્તિ એ બાબત અંગે જરૂર ધ્યાન રાખતું હોઈ છે કે જ્યારે બાળક રમવા જાય છે ત્યારે તેમને કોઈ પણ પ્રકાર ની ઈજા ના પહોંચે છતા પણ ઘણા એવા બનાવો બની જાય છે કેજેના અંગે વિચારી પણ ના શકાય.
હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક દોઢ વર્ષની બાળકી રમતા રમતા ખેતરના બોરવેલમા પડી ગઈ હતી. જે બાદ ઘણી જ મહેનતથી તેને બચાવ્વામા આવી હતી જણાવી દઈએ કે આ બનાવ મધ્યપ્રદેશના છતરપુરા નો છે. અહીં એક દોઢ વર્ષની બાળકી 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી જણાવી દઈએ કે આ બાળકીનું દિવ્યાંશી છે જો કે તેને ઘણી જ મહેનત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામા આવી છે. જો કે તેની બચાવ કામગીરી 10 કલાક સુધી ચાલી હતી.
તેની બચાવ કામગીરી માં પોલીસ અને SDERF સાથો સાથ આર્મીના જવાનો જોડાયા હતા. દિવ્યાંશીના બહાર કાઢતાની સાથે જ લોકો દિવ્યાંશી તું જીતી ગઈ’ એવા નારા લગાવવા લાગ્યા. જણાવી દઈએ કે દિવ્યાંશી તેની માતા અને બહેનો સાથે ખેતરમાં આવી હતી. જ્યારે તેની માતા રામસખી કામમા વ્યસ્ત હતી, તેવામાં આ ત્રણેય બાળકો રમવા લાગ્યાં હતાં. જેમાં એકા એક દિવ્યાંશી બોરવેલમાં પડી ગઈ હતી.
આ બાબત અંગે જાણ થતાં માતાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અને તેમણે આસપાસના લોકોની મદદ માંગી આ ઉપરાંત દિવ્યાંશી ને બહાર કાઢવા સરપંચને પણ કોલ કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં કલેક્ટર અને SP સહિત ઓફિસરો ઘટનાસ્થળે પહોંચ્યા જે બાદ SDERF સાથે આર્મીની સહાય લઈને બાળકી નું બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.