બંગાળ ની પ્રખ્યાત અભિનેત્રી ‘બિદિશા ડે મજમુદારે’ માત્ર 21-વર્ષ ની વયે કરી લીધો આપઘાત.કારણ જાણતા ખબર પડી કે…
ભારત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો નાની નાની એવી વાતો માં પણ આત્મહત્યા કરી બેસતા હોય છે.એવું નથી કે માત્ર સામાન્ય વ્યક્તિઓ જ આત્મહત્યા કરી બેસે છે. મોટા મોટા એક્ટ્રેસ ના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. હાલ માં 25-મેં ના રોજ એક બંગાળી અભિનેત્રી એ આત્મહત્યા કરી લીધી છે.
બંગાળ ની એક અભિનેત્રી બિદિશા ડે મજમુદારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીઘી છૅ . 21 વર્ષ ની આ મોડેલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. બિદિશા એ 2021 માં શોર્ટ ફિલ્મ ‘ભાર ધ ક્લાઉન’ થી ડેબ્યુ કર્યું હતું. બિદિશા છેલ્લા ચાર મહિના થી નગર બાઝાર માં એક ફ્લેટ માં પોતાના માતા-પિતા ની સાથે ભાડે રહેતી હતી.
25-મેં ના રોજ તેને પંખા પર લટકીને ગળાફાંસો ખાય લીધો હતો. આ દિવસે બિદિશા ઘરે એકલી હતી. પોલીસ ઘર નો દરવાજો તોડી ને અંદર ગય હતી. ત્યારે બિદિશા ની લાશ પંખા પર લટકતી હતી. પોલીસે લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. બિદિશા એ તેની સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તે કેન્સર થી પીડિત છે. પણ તેના મિત્રો એ કેન્સર ની વાત ને નકારી હતી.
મિત્રો નું કહેવું છે કે બિદિશા નો બોયફ્રેન્ડ અનુભાબે ના કારણે તે ઘણા સમય થી ડિપ્રેશન માં હતી. તેના બોયફ્રેન્ડ ને બિદિશા ઉપરાંત અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હતા. આ વાત ને લીધે બિદિશા ડિપ્રેશન માં રહેતી હતી. આ વાત ને લઇ ને કદાચ પગલું ભર્યું હોઈ શકે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. માત્ર 21 વર્ષ ની અભિનેત્રી એ આવું પગલું ભરતા ભારે ચકચાર મચી જવા પામી છે.