National

બસપન કા પ્યાર ગીત ગાનાર બાળક સહદેવ નો ભયાનક અકસ્માત થયો ! હવે સ્થિતી…

Spread the love

બસપન કા પ્યાર ગીત ગાઈને પ્રસિદ્ધિ મેળવનાર સહદેવ દેરડો મંગળવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સહદેવને જગદલપુરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે. સહદેવને ઈજાગ્રસ્ત હાલતમાં સુકમાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કલેક્ટર વિનીત બંદનવાર અને એસપી સુનિલ શર્મા તેની સ્થિતિ જાણવા પહોંચ્યા હતા અને ડૉક્ટરોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી હતી.

જગદલપુરના ન્યુરોલોજીસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ બંને અધિકારીઓએ સહદેવને જગદલપુર મેડિકલ કોલેજમાં રીફર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. તબીબો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘટનાના સમાચાર સાંભળીને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સુકમા કલેક્ટરને ફોન કરીને સહદેવની સારી સારવાર સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

સહદેવ પિતા સાથે મોટરસાઈકલ પર ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક ચલાવતા પિતાએ કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. આ ઘટનામાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. નજીકના લોકો એમ્બ્યુલન્સ દ્વારા સહદેવને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા.

સહદેવ છત્તીસગઢનો રહેવાસી છે. રોગચાળા દરમિયાન, જ્યારે ઘણા લોકો ઘરે બેઠા વીડિયો અને રીલ બનાવી રહ્યા હતા, ત્યારે સહદેવનું ગીત ‘બસપન કા પ્યાર પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. સોશિયલ મીડિયાએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. બાળકનો વીડિયો એટલો વાઈરલ થયો કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સહદેવને તેમની સામે આ ગીત ગાવાની વિનંતી કરી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *