બહેન ના પ્રેમ લગ્ન થી નારાજ ભાઈ એ એવુ કર્યુ કે જાણી ને તમારુ હૃદય…
પ્રેમલગ્ન સમાજ માં લોકો પ્રેમલગ્ન ને સારી બાબત ગણતા નથી. આવા લગ્ન માટે છોકરા અને છોકરીઓ ઘણી વાર પોતાના માતા પિતા અને પરિવાર ને માનવતા હોય છે. જેમાં અમુક પરિવાર આવા લગ્ન માટે રાજી થઇ જાય છે તો ઘણીવાર ના પણ પડી દેછે. તેવા સંજોગ માં બંને છોકરા અને છોકરીઓ લોકો નો વિચાર કરિયાં વગર ચોરી છુપે લગ્ન કરી લે છે જોકે આવા લગ્ન નું પરિણામ તેમના માટે ઘણી વાર ખતરનાક સાબિત થાઈ છે તો ઘણી વાર તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જ્યાં પ્રેમલગ્ન થી નારાજ ભાઈએ પોતાની બેનના પતિની હત્યાં કરી નાખી તો ચાલો સમગ્ર માહિતી વિસ્તારથી મેળવીએ. આ ઘટના હરિયાણા ના પાણીપત ની છે. અહીંના રહેવાસી કોમલ બેહેન પોતાના પાડોસી નીરજ ના પ્રેમમાં પડી ગયા આ વાત કોમલ ના ભાઈ વિજય અને તેના મામા ના છોકરા પવન ને જરા પણ પસંદ ન આવી.
થોડા સમય પહેલા કોમલ મોલ માં કામ કારવા હિસાર ગઈ અને થોડા સમય પછી પરત આવી ગઈ ત્યાર બાદ તેણે 45 દિવસ પહેલા નીરજ સાથે લગ્ન કરી લીધા જોકે બંન્ને પરિવારવાળા એ તેનો વિરોધ કરી બંન્ને ને સમજવવા ના ઘણા પ્રયત્ન કરિયા પરંતુ તે સમજ્યા નહિ. આ વાત કોમલ ના ભાઈઓ ને પસંદ આવી નહિ. તેથી લગ્નના અમુક સમય બાદ વિજય અને પવને પોતાના જીજાને છરીના ઘા મારી હત્યા કરી.
છરીનો ઘા તેના ફેફસામાં લાગતા ફેફસા ફાટી ગયા અને તેનું મોત થયું જોકે વિજય અને પવનએ આ માટે ઘણા સમય થી તૈયારી કરી રાખી હતી. સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને થતા તેમણે આ બંન્ને ભાઈઓ ની તાપસ શરૂ કરી છે,જોકે તે બંનેના ફોન હાલ બંધ આવે છે. આ મૃત યુવક ની બોડીનું પૉસટમોર્ટમ થઈ ગયા બાદ તેને પરિવાર ને સોંપી દેવાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!