શિવાંશ ની માતા ને સચિને મોત ને ઘાટ ઉતારી લાશ ને બેગ મા પેક કરી હતી…
મિત્રો આપડે ઘણા સમયથી શિવાંશ નામ ના બાળક વિશે જાણીએ છીએ કે જે ગાંધીનગર ની એક ગૌશાળા પાસે મળી આવીયો હતો. જોકે ત્યાર બાદ પોલીસ ટીમે તેના માતા પિતા વિશે ઘણીજ તાપસ કરી અને તેને આમ શા માટે તરછોડી દેવાયો તે અંગે ના કારણો ની પણ જાણ મેળવવાની કોશિશ કરી. તમને જણાવી દઈએ કે પોલીસ ટીમ દ્રારા તેના પિતા ની જાણ મેળવી લેવામાં આવી છે.
પોલીસ તાપસ દ્રારા તેના પિતા સચિન વિશે માહિતી મેળવી. સચિન ગાંધીનગર ના સેક્ટર 26 માં રહેતો હતો. ત્યાર બાદ તેની પૂછ-પરછ શુરુ કરી ત્યારે તેમાંથી અનેક ચોંકાવનારા તથ્યો સામે આવીયા. પૂછ-પરછ માં સામે આવ્યુ કે તેની માતા નું નામ હિના ઉર્ફે મહેંદી હતું. સચિન તેની સાથે લિવ-ઈન-રિલેશનશિપ માં રહેતો હતો.
પોલીસ દ્વારા પૂછતાછ માં જાણવા મળિયું કે હિના(મહેંદી) જે શોરૂમ માં કામ કરતી હતી ત્યાં તેની મુલાકાત સચિન સાથે થઇ અને તેમના વચ્ચે પ્રેમ થયો અને બંને સાથે અમદાવાદ માં રહેવા લાગીયા. જો કે 6 મહિના બાદ તેઓ અલગ થઇ ગયા જે દરમિયાન હિના સચિન સાથે સંપર્કમા હતી. ત્યાર બાદ તેઓ ફરી સાથે રહેવા લાગ્યા. જોકે 2020 માં હિનાએ એક બાળક ને જન્મ આપિયો અને તેનું નામ શિવાંશ રાખીયું.
થોડાજ સમયમાં સચિનને વડોદરા ની એક કંપનીમાં નોકરી મળી અને તે હિના અને શિવાંશ સાથે વડોદરા રહેવા ચાલીયો ગયો. ત્યાં તે બાપોદ વિસ્તાર ના દર્શનમ ઓએસિસમાં જી 102 ફ્લેટ માં ભાડે રહેવા લાગ્યો. તે સોમવાર થી શુક્રવાર માટે વડોદરા અને શનિ-રવિ પોતાના માતા પિતા અને સાચી પત્ની પાસે ગાંધીનગર ચાલીયો જાતો. તેવામાં એક વખત હિના એ તેને માતા પિતા પાસે જવાની ના પડી અને પોતાની સાથે રહેવાનું જણાવ્યુ.
ત્યારે તે બંને વચ્ચે વાદવિવાદ અને હાથા પાઇ પણ થઇ ત્યારે સચિને હિનાનું ગળું દબાવીને હિના ની હત્યા કરી અને તેની બોડીને એક બેગમાં ભરી રસોડા માં છુપાવી દીધી. ત્યાર બાદ તે શિવાંશ ને લઇ પોતાના માતા પિતા પાસે ગાંધીનગર આવી ગયો અને ત્યાંની ગૌશાળા પાસે તેણે શિવાંશ ને છોડી દીધો. આ ગૌશાળા પસંદ કરવાનો તેનો ઉદેશ એ હતો કે તે પહેલા અહીં ઘી અને દૂધ લેવા જતો. તેથી આ તેની જાણીતી જગ્યા હતી.
ગૌશાળા ના સંચાલકોએ પણ આ વાત પર મહોર લગાવી. શિવાંશ ને આ ગૌશાળા પાસે છોડી તે તેના પરિવાર સાથે ઉત્તરપ્રદેશ માટે જવા નીકળી ગયો. ત્યાં રસ્તામાં તેને પોલીસે પકડી પાડિયો. હાલ આ બાળક ને શીશુગૃહ મોકલી દેવાયો છે જ્યા તેની DNA તાપસ થશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જાણાવીયા અનુસાર જો તેના દાદા શિવાંશ ની સંભાળ રાખે તો ઠીક નહીંતર આ જવાબદારી સરકારની રહેશે. હાલ વડોદરા પોલીસ દ્વારા સચિન પર હિના ની મોતનો ગુનો દાખલ કરવામાં આવીયો છે.