બાળક નો એવી રીતે જીવ ગયો કે જાણીને રવાટા ઉભા થય જશે
રાજૌરીમાં ગુરૂવારે રાત્રે ભાજપના નેતા જસબીર સિંહના ઘરે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આ હુમલામાં જસબીર અને તેમના પરિવારના 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સૌથી દુઃખદ વાત એ છે કે આ હુમલામાં 2 વર્ષના વીર સિંહે જીવ ગુમાવવો પડ્યો વીર જસબીરનો ભત્રીજો હતો. હોસ્પિટલમાં દાખલ જસબીરને હજુ સુધી ખબર નથી કે વીર હવે આ દુનિયામાં નથી. વીરની માં પણ સભાન અવસ્થામાં નથી. રાજૌરીનો આ પરિવાર પાસેથી સાંભળો વીરની વાત જે દર્દભરી છે.
ભાસ્કરની ટીમ જ્યારે જસબીરના ઘરે પહોંચી ત્યારે નાનકડા વીરના મૃતદેહની ચારે બાજુ ઘરના સભ્યો બેઠા હતા ચારેબાજુ રોકકળ ચાલતી હતી અને ઉદાસીનું વાતાવરણ હતું. વીરની ફઈબા બુમો પાડી પાડીને પૂછી રહી હતી કે અંતે તેમના લાડલાનો વાંક શું હતો બધાને કહેતી હતી-વીર ભૂખ્યો જ સુતો હતો, માં તેની પસંદની ચિપ્સ બનાવવા ગઈ હતી. ઉઠાડીને દીકરાને ખવડાવે તે પહેલાં જ હુમલો થઈ ગયો. અમારો લાડલો સુતો હતો, જે કાયમ માટે સુઈ જ ગયો.
ફઈએ રડતાં રડતાં કહ્યું,મારા ભાઈને, મારા પરિવારને ન્યાય મળે. જો આ દેશદ્રોહી મર્દ હતા તો સામેથી હુમલો કરત, પીઠ પાછળ ખંજર કેમ ખોપ્યું. આ લોકોએ મારા પરિવારને ખતમ કરી દીધું. બાળકનું શરીર ચાળણી જેવું થઈ ગયું તેને અહીં જ જીવ ગુમાવ્યો. મારા બાળક સાથે શું દુશ્મની હતી. ભગવાન ન્યાય કરશે, અમે અમારું બાળક ગુમાવી દીધું. જસબીરના ભાઈ બલબીર સિંહ કહે છે કે સુરક્ષા વધારવી જોઈએ. તે વાતની પણ તપાસ થવી જોઈએ અહીં હુમલો થયો ત્યારે કેટલી સુરક્ષા હતી.
તો બીજી બાજુ જસબીરે કહ્યું કે આ હુમલામાં કોઈ સ્થાનિકનો જ હાથ હોવો જોઈએ. જે દુકાનમાંથી આતંકીઓ પાસે ગ્રેનેડ પહોંચ્યો, તેની પણ તપાસ થવી જોઈએ. મેં લોકોની ભલાઈ માટે કામ કર્યું છે અને મને શંકા તે લોકો પર છે જેઓને મારા કામથી ઈર્ષ્યા હતી.
ગ્રેનેડ હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ પોલીસના જણાવ્યા મુજબ, આતંકીઓએ હુમલો ત્યારે કર્યો જ્યારે જસબીર સિંહ પોતાના પરિવારની સાથે બેઠો હતો. હુમલામાં જસબીર ઉપરાંત અર્જુન સિંહ, જસબીરની માતા સિયા દેવી, ભાઈ બલબીર અને તેમનો પુત્ર કર્ણ સિંહ ઘાયલ થયો છે. 2 વર્ષના વીર સિંહને બચાવી ન શકાયો.
ખાંડલી વિસ્તારમાં BJPના મંડલ અધ્યક્ષ જસબીર સિંહની ઘરે થયેલા હુમલા પછી વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવાયો છે. આ પહેલાં આતંકીઓએ ગુરૂવારના દિવસે કુલગામમાં BSFના કાફલા પર પણ હુમલો કર્યો હતો.