બે પોલીસ કોન્સ્ટેબલ એ વૃધ્ધ મહિલા માટે જે કર્યુ એ જાણી ને સલામ કરશો….
મિત્રો આપડે સૌ માનવ કુદરતની એક અદ્ભુત બનાવટ છિએ સમગ્ર જીવ સૃષ્ટિ માં માનવ જ એક એવું જીવ છે જે લાગણી ધરાવે અને બીજા પ્રત્યે સારી રીતે વ્યક્ત કરે છે આમ તો દુનિયામાં અનેક ધર્મ અનેક પંથ અનેક જાતપાત જોવા મળે છે પરંતુ ઘણી વાર એવા પ્રસંગો સામે આવે છે કે કહેવાનું મન થાઇ છે કે બધા ધર્મ માં માનવ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે અહીં આપડે એક એવાજ બનાવ ની વાત કરવાની છે.
મિત્રો જીવન ની વિવિધ અવસ્થા માંથી વૃદ્ધા અવસ્થા છેલ્લી અવસ્થા છે અહીં માનવ શરીર થોડું નબળું બને છે અને થોડા કામો માટે તેને બીજા પર આધાર રાખવો પડે છે તેવામાં અનેક લોકો એવા હોય છે કે જેમને પોતાના પરિવાર પાસેથી આવો આધાર નથી મળતો. પરંતુ કહેવાય છેને કે જેનું કોઈ ના હોય તેના ભગવાન હોય છે આવીજ એક ઘટના અહીં સામે આવી છે.
વાત એમ છેકે એક વૃદ્ધ મહિલા આ નવરાત્રી ના સમય માં પાવાગઢ માતા ના દર્શન હેતુ મધ્ય પ્રદેશથી આવી હતી તેમની ઉમર લગભગ 80 વર્ષ હતી આમતો પહેલા પણ તેઓ માતા ના દર્શને આવીગયા છે પરંતુ તેમની ઈચ્છા મૃત્યુ પહેલા અંતિમ વાર માતા ના દર્શન કરવાની હતી પરંતુ તેઓ પોતે આવી ગડદી માં ઉપર ચડીને માતા ના દર્શન કરી શકવા સક્ષમ ન હતા તેથી તે સવારથી દાદરા પાસે બેઠા હતા.
તેવામાં બે પોલીસ કર્મીની નજર આ વૃદ્ધ માતા પર પડી અને તેમણે આ વૃદ્ધ મહિલાની અંતિમ ઈચ્છા સાંભળી. અને બંને પોલીસ કર્મીએ આ વૃદ્ધ માતા ને પોતાની માતા સમજીને ગોદ માં તેડી ને માતા ના દર્શન અર્થે ઉપર લઇ ગયા અને નીચે પણ લાવીયા. જોકે તે વૃદ્ધએ તેમની આ અંતિમ ઈચ્છા પોતાના બે સંતાન ને પણ જાણવી હતી. પરંતુ તેમાંથી કોઈ પણ તેમની સાથે આવિયા નહિ આ મહિલા મધ્ય પ્રદેશથી એકલી મંદિર સુધી પહોંચી હતી.
જયારે પોતાના સંતાને પણ પોતાની માતા ની સેવા ના કરી તેવામાં આ બંને પોલીસ કર્મીએ જે પ્રકારે આ વૃદ્ધ માતા ને દર્શન કરાવીયા તે સાચેજ માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે.જો વાત કરીએ આ બે પોલીસ વિશે તો તેમાંથી એકનું નામ રિતેશ પટેલ છે, જે ગોધરા એસઆરપી ગ્રુપ 5 માં ફરજ આપે છે જયારે બીજા પોલીસ વાળા નું નામ રિયાઝ ભારખાણી જે હાલોલ પોલીસ મથકે સેવા આપે છે જેઓ પોતે મુસ્લિમ છે. આ બંને ની આ પ્રકારે ની કામગીરી જોતા સાચેજ લાગે છે કે માણસાઈ કરતા કઈ મો ટું નથી.