મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. શિયાળા ના આ સમય માં અનેક વિસ્તારોમાં ઠંડીએ પોતાની પકડ જમાવી છે અને લોકો ઠંડીના કારણે ઠુઠવાતા નજરે પડે છે. તેવામાં હવામાન વિભાગે લોકોની ચિંતા વધારે તેવી આગાહી કરી છે.
જણાવી દઈએ કે આ આગાહી આવનારા દિવસોમાં જોવા મળતા વાતાવરણ ના ફેરફાર ને લઈને છે. દેશના અમુક વિસ્તારો માં ભારે હિમ વર્ષા અને વરસાદ ને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ આગાહી આ પ્રમાણે છે.
જણાવી દઈએ કે હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય છે. આ ડિસ્ટર્બન્સ ના કારણે દેશમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. જો વાત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે કરીએ તો તેમાંથી પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી વચ્ચે સક્રિય થશે. જે બાદ બીજું ડિસ્ટર્બન્સ 6 જાન્યુઆરી થી 9 જાન્યુઆરીની વચ્ચે સક્રિય થશે.
જેના કારણે હવામાન માં ફેરફાર થશે અને પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાતાવરણ ફેરફાર ના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાની સંભાવના છે. આવી બરફ વર્ષા ના કારણે આ વિસ્તારોના પરિવહનમાં અવરોધ ઊભો થઈ શકે છે.
હવામાન વિભાગે વધુમા જણાવ્યું છે કે આ ફેરફારોને કારણે જમ્મુ ના ડિવિઝનના પીર પંજાલ રેન્જમાં ભારે હિમવર્ષા અને વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરમાં લદ્દાખના ગુલમર્ગ અને સોનમર્ગ ઉપરાંત બારામુલ્લા, કુપવાડા ઉપરાંત દ્રાસમાં પણ હિમ વર્ષાની આગાહી છે.
જો વાત આ વાતાવરણ ફેરફાર ની પરિવન પર અસર અંગે કરીએ તો આ બાબત અંગે જણાવતા હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શ્રીનગર અને લેહ હાઇવે ઉપરાંત જમ્મુ-શ્રીનગર, લેહ-મનાલી અને મુગલ રોડ ઉપરાંત સાધના પાસ સહિતના માર્ગો પર પરિવહન માટે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત આ સમય ગાળામાં પંજાબ અને હરિયાણા ઉપરાંત ચંદીગઢ, દિલ્હી સાથો સાથ ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ વરસાદની આશંકા છે.