ભાવનગર: પ્રભુદાસ તળાવ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, એક મહિલા સહિત ત્રણ લોકો ની ધરપકડ
બનાવ અંગેની વિગત હોય તો ભાવનગર શહેરમાં ગત તારીખ 16 ઓગસ્ટના રોજ પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ જૂના બંબાખાના કમ્પાઉન્ડમાંથી સંજય ઉર્ફે કચોરી બારીયા નામના ઇસમની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હાલતમાં લાશ મળી આવી હતી.
જે બાબતે ગંગાજળીયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા આ બાબતે શંકાસ્પદ લોકોની પૂછપરછ અને તપાસ હાથ ધરતા પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતી રોશનીબેન ગોપાલભાઈ રાઠોડ નામની મહિલા પર શંકા જતા તેના ઘરમાં તપાસ કરતાં તેના ઘરમાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતા.
જેથી પોલીસ દ્વારા રોશનીબે ની આગવી ઢબે પૂછપરછ કરતા રોશનીબેન ભાંગી પડ્યા હતા અને તેમને કબૂલ્યું હતું કે તેમના પતિ ગોપાલ ઉર્ફે ડોંગર રાઠોડની થોડા દિવસો પહેલા જ હત્યા થઇ હતી, અને હત્યા પહેલા તેના પતિ સાથે મરણ જનાર સંજય વારંવાર ઝઘડાઓ કરતો હતો.આટલું જ નહીં પરંતુ પતિના મૃત્યુ બાદ આ ઈસમ તેની પાસે બિભત્સ માંગણીઓ કરતો હોય અને વારંવાર હેરાન પરેશાન કરતો જેનાથી કંટાળી જઈ રોશનીબેનને તેમના પાડોશમાં રહેતા રવિ કરસનભાઈ મકવાણા તેમજ તેમના સંબંધી રાકેશ ભીખાભાઈ રાઠોડની મદદ લઇ મૃતક સંજયને ખોટી પ્રેમજાળમાં ફસાવી રાત્રિના સમયે તેના ઘેર બોલાવી અને અગાઉથી જ રૂમ માં છુપાયેલા રવિ અને રાકેશે સંજયને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
તેમજ ત્રણેયેએ સંજયની લાશને ગોદડામાં વીંટાળી જુના બંબાખાના કમ્પાઉન્ડમાં ફેંકી આવ્યા હતા. જે બાબતે પોલીસે રવિ કરસનભાઈ મકવાણા તેમજ રાકેશ ભીખાભાક રાઠોડ અને રોશની ગોપાલભાઈ રાઠોડ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.