માત્ર કરો આટલું કામ અને 7 દિવસમાં મેળવો સારી અને ચમકતી ત્વચા મહિલાઓ ખાસ……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં આપણા મોં નું ઘણું મહત્વ છે. જેના કારણે દરેક વ્યક્તિની ઈચ્છા સારું દેખાવવાની હોઈ છે. આ માટે લોકો પોતાના મોં ને સારું રાખવા માટે અનેક પ્રકારની ક્રીમ અને કોસ્મેટિક વસ્તુઓ નો ઉપયોગ કરે છે. પરંતુ જણાવી દઈએ કે દરેક વ્યક્તિની ત્વચા એક સરખી હોતી નથી વળી અમુક વ્યક્તિઓ ને અમુક પ્રકારના રસાયણથી શરીર માં તેની આડઅસર ઉભી કરે છે. તો શું મોંની સારસંભાળ ના રાખવી ? એવો સવાલ આપણા સૌના મનમાં થાય છે. તો આ પ્રસન્ના જવાબ રૂપ આપણે અહીં એવી અમુક વસ્તુઓ અંગે વાત કરવાની છે કે મોં અને ત્વચા ને પ્રાકૃતિક સુંદરતા આપે. જો તમે પણ કોઈ પાર્ટી કે ફંક્સન માં સારા બતાવવા માંગો ચોરે અને તમારી ઈચ્છા લોકોની વચ્ચે પ્રભાવશાળી બતાવવાની છે તો આ અહેવાલ તમારા માટે છે.
આપણે અહીં એવી વસ્તુઓ અંગે માહિતી મેળવશુ કે જે આપણી ત્વચા માટે ફાયદા કારક સાબિત થાય. જો કે આવી વસ્તુઓ નો પ્રભાવ એક કે બે દિવસ માં જોવા મળશે નહિ આ માટે તમારે થોડો સમય જોઈશે. જો તમારી ઈચ્છા ત્વચા ને ચમકતી રાખવાની છે. તો સૌ પ્રથમ તમારે વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય છે. જેના કારણે લોકો પાણીનું સેવન ઘટાડે છે. પરંતુ જણાવી દઈએ કે પાણી શરીર માટે અને ખાસતો ત્વચા માટે ઘણું લાભ દાયક છે. માટે તેનું વધુ સેવન કરવું.
આ ઉપરાંત શરીર અને ત્વચા ત્યારે જ ચમકતી થશે કે જયારે શરીર તંદુરસ્ત હશે આ માટે શરીર અને ત્વચા ની સારસંભાળ રાખવા માટે તંદુરસ્ત અને કુદરતી પદાર્થો લગાવવાની સાથો સાથ તેનું સેવન પણ કરવું જરૂરી છે. આ ઉપરત જો તમે ટૂંક સમય માં મોં ને સારા બતાવવા માંગતા હોય તો તમારે તેલ વળી વસ્તુઓનું સેવન ઘટાડવું જોઈએ કારણકે તેલ વળી વસ્તુઓ ના કારણે ત્વચા પર વધુ પડતી ચરબી અને તેલ જમા થઇ જશે જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
જણાવી આવનારા સમય માં નવું વર્ષ આવી રહ્યું છે. જેના કારણે લોકો તૈયારીઓ માં લાગી ગયા છે. જો તમે પણ નવા વર્ષે યોજાતી અલગ અલગ પાર્ટીઓ માં ભાગ લેવા માંગો છો તો સાત દિવસ માટે આટલું કરો અને મેળવો હેલ્દી ત્વચા. આ માટે પ્રથમ દિવસે તમારે બદામ ના તેલની જરૂર પડશે. જણાવી દઈએ કે બદામનો તેલ આપણી ત્વચા માટે લાભદાયક છે. તમારે બદામ ના તેલને ત્વચા પર લગાવવાનું છે આ માટે તમે જે મોશ્ચરાઈઝ નો ઉપયોગ કરતા હોવ તેમાં બદામના તેલના થોડા ટીપા ઉમેરવા, અને તે બાદ તેને લગાવવું ફાયદાકારક બનશે.
ત્યાર બાદ બીજા દિવસે ચણા ના લોટ નો ઉપયોગ કરવો. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચણા લોટથી અનેક વાનગીઓ બને ચાબને છે પરંતુ અહીં તમારે કોઈ વાનગી નથી બનાવવાની પરંતુ ચણા નો લોટ મોઢા પર લગાવવાનો છે. જણાવી દઈએ કે ચણાના લોટની મદદથી ત્વચા અંદરથી સાફ થાય છે. આ માટે તમારે સૌ પ્રથમ જરૂર મુજબ ચણા નો લોટ લેવાનો છે. ત્યાર બાદ તેમાં ગુલાબ જળ ઉમેરવાનું છે. વધુમાં તમે હળદર પણ ઉમેરી શકો છે. તે બાદ તેનું ફેસ પૅક બનાવી ને લગાવવું જયારે આ ફેસપેક સુકાઈ જાય ત્યારે તેને સાફ કરવું આમ કરવાથી તમારી ત્વચા ને ફાયદો થશે.
જે પછી જો વાત ત્રીજા દિવસ અંગે કરીએ તો આ માટે કાચા દૂધ નો ઉપયોગ કરવો. આપણે સૌ જાણીએ છીએ કે દૂધ માં ઘણા પોશાક તત્વો છે જેના કારણે તેના સેવનથી અનેક ફાયદા શરીર ને થાય છે. આવી જ રીતે કાચું દૂધ ત્વચા પર લગાવવાથી ત્વચા ને ફાયદો થશે આ માટે જો તમે રોજ સવારે દૂધમાં બોળેલૂ રૂ ની મદદથી મોં સાફ કરશો તો તે મો પર ક્લીનર તરીકે કામ કરશે. આ ઉપરાંત જો તમારે ડ્રાય પેચ ની સમસ્યા હોઈ તો તેમાં પણ કાચું દૂધ ઉપયોગી છે. અને તે ત્વચા ને કોમળ બનાવે છે.
આ ઉપરાંત એલોવીરા પણ ઘણું ફાયદાકારક છે. આપણે સૌ જાણીએ છીએ કે અનેક પ્રકારના વનસ્પતિઓ આપણી આસ પાસ જોવા મળે છે જે પોતાનો અલગ અલગ ફાયદો ધરાવતા હોઈ છે. જે પૈકી એલોવીરા એક છે તેની મદદથી ત્વચાના ખીલ ઉપરાંત ફાઈન લાઈન અને અન્ય સમસ્યાઓ માટે તમારે એલોવીરા જેલ નો ઉપયોગ કરવો ફાયદાકારક જણાય છે. તેના ત્વચા કુદરતી રીતે મોશ્ચરાઈઝ થશે.
આ ઉપરાંત પાંચમા દિવસથી મધનો ઉપયોગ કરવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે મધ માં અનેક પ્રકારના ફાયદાકારક ગુણો છે માટે તેનું ફેસપેક લગાવવાથી પણ ફાયદો થાય છે તેની મદદથી ત્વચા કોમળ થશે અને કાળાસ દૂર થશે આ માટે શક્ય હોઈ તો રોજ સવારે મધ નો લેપ લગાવવો.જે બાદ છઠ્ઠા દિવસે હળદર નો ઉપયોગ કરવો આપણે સૌ જાણીએ છીએ કે હળદર પોતાના પોષક તત્વ માટે અનેક રીતે ઉપયોગી છે માટે પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ અનેક પ્રકારે કરવામાં આવો હાલમાં પણ હળદર એટલી જ ગુણકારી છે તેનો ફેસપેક લગાવવાથી ત્વચા રીપેર થાય છે. માટેજ અનેક ત્વચા ને લગતા ઉત્પાદનોમાં હળદર હોઈ જ છે.
આ ઉપરાંત સાતમા દિવસે લીમડા અને તુલસી નો ઉપયોગ કરવો આપણા શાસ્ત્રોમાં આ બંને વનસ્પતિઓ માટે અનેક બાબતો જણાવવામાં આવી છે. જેના કારણે હાલના સમયમાં લગભગ દરેક વ્યક્તિના ઘરમાં આ પૈકી ઓછામાં ઓછી એક વનસ્પતિ જરૂર હશે. તે પોતાના ગુનો માટે જાણીતા વળી આપણા શાસ્રોમાં તો તુલસી ને માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે તેની પાછળનું કારણ તેમાંથી મળતા પોસણો છે. આ માટે તમારે સૌ પ્રથમ લીમડા અને તુલસી ના તાજા પાન લેવા અને તે બાદ તેનો રસ કાઢી એકઠો કરવો જે બાદ રોજ સવારે તેનો સ્પ્રે મોં પર છાટવો આમ કરવાથી તે ટોનર તરીકે નું કામ કરશે. આ ઉપરાંત ત્વચા અંદરથી હાઈડ્રેટ થશે.