માનવતા ને શર્મશાર કરનાર બનાવ ! પુત્રએ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં તાળું મારીને પોતે ફરવા નીકળી ગયો અને પાછળ તે વૃદ્ધા……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ ઘણો લાગણીશીલ છે જેના કારણે તે જીવનમાં અનેક પ્રકારના સંબંધો બાંધે છે. આવા સંબંધો પૈકી માતા પિતા અને સંતાન સંબંધિત છે. આપણે સૌ જાણીએ છીએ એ દરેક માતા-પિતા માટે પોતાનું સંતાન અને દરેક સંતાન માટે પોતાના માતા-પિતા ઘણા મહત્વના હોય છે. જેના કારણે દરેક વ્યક્તિની ઈચ્છા સારા માતા-પિતા બનવાની હોય છે.
માતા પિતા પોતાના બાળકોને સતત આગળ કઈ રીતે વધારવા અને પોતાના બાળક પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તેવા પ્રયત્ન કરતા રહે છે. પોતાના બાળકની વ્યવસ્થિત સાર સંભાળ રાખે છે. અને તેને સતત આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર કરતા હોય છે. વળી માતા-પિતાની ઇચ્છા એવી પણ હોય છે કે જેવી રીતે તેમણે બાળપણમાં સંતાનની ઉછેર કર્યો છે. તેવી જ સાર સંભાળ પણ બાળક પણ પોતાની વૃદ્ધાવસ્થામાં કરશે.
આ માટે જ સંતાનોની માતા પિતાના ઘડપણની લાકડી કહેવામાં આવે છે. જો કે દર વખતે સંતાનો લાકડી રૂપ સહારો સાબિત થઇ શકતા નથી અને આપણે સમાજમાં ઘણી વાર એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે જે માનવતા ઉપર પ્રશ્નાર્થ બની જાય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પુત્ર પોતાની વૃદ્ધ માતાની ઘરની અંદર તાળું મારી અને પોતે ફરવા નીકળી ગયો જે બાદ વૃદ્ધ મહિલાની તબિયત બગડતાં તેને પોલીસ પર મહામુશ્કેલીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
આ ઘટના અંગે ની વિગતો આ પ્રમાણે છે. જણાવી દઈએ કે આ બનાવ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના બિસલપુરની છે. આ બનાવ અહીંના વિસ્તાર માં આવેલ દુર્ગાપ્રસાદના રામલીલા મેદાન પાસેના આસરા રેસિડેન્શિયલ કોલોનીનો છે. જણાવી દઈએ કે અહીં એક વૃદ્ધ મહિલા કે જેનું નામ લલ્લી દેવી છે તે પોતાના સંતાન સાથે અહીં રહે છે. જો વાત તેમના પતિ અંગે કરીએ તો તેમના પતિ મૃત્યુ પામ્યા છે અને તેમનું નામ શ્રી કૃષ્ણ હતુ.
જો વાત આ મહિલના પુત્ર અંગે કરીએ તો તેનું નામ પંકજ છે. જણાવી દઈએ કે પંકજ છેલ્લા લગભગ 20 દિવસથી પોતાની માતા લલ્લી દેવીને ઘરની બહારથી તાળું મારીને ફરવા જતો રહ્યો હતો. જોકે તે હજુ સુધી પોતાના ઘરે પાછો આવ્યો નથી. જયારે આ વૃદ્ધ માતાને ભૂખ લાગી, ત્યાર આ વૃદ્ધા ઘર ની બારીમાથી બહાર આવતા લોકોને પોતાની સ્થિતિ અંગે વાત કરી અને ભોજન માટે આજીજી કરી.
જે બાદ લોકોએ માનવતા નું ઉદાહરણ પૂરું પાડતા ઘરની બારી માંથી આ વૃદ્ધ મહિલા માટે ઓરડામાં ખોરાક મૂકતા હતા. જેને આરોગિ ને આ વૃદ્ધા પોતાનું જીવન જીવી રહી હતી. પરંતુ થોડા દિવસ બાદ તે વૃદ્ધ મહિલા ની તબિયત બગડી હતી. અને ઘર બહારથી બંધ હોવાના કારણે તે રૂમમાં લાચાર હતી અને તબીયત ખરાબ હોવાના કારણે તે વૃદ્ધા ઘણા દિવસો સુધી તે ઉઠી શકતી ન હતી.
આ દરમિયાન લોકોએ વૃદ્ધાના રૂમમાંથી દુર્ગંધ આવવા લાગી. લોકોએ આ બાબત ની જાણ પોલીસને કરી હતી. તેના પછી પોલીસે આ ઘરનું તાળું તોડીને વૃદ્ધ મહિલાને ઘણી જ ગંભીર હાલતમાં બહાર કાઢી અને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ વૃદ્ધ મહિલાની હાલત નાજુક હોવાથી તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.