રાજકોટમાં ફરી એકવાર હત્યાનો મામલો ! ઈંડા ખાવા માટે પૈસા માંગતા વક્તિએ પૈસા આપવા ના પડી જેથી ચાકુ મારીને તેની હત્યા………
મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં કાયદાની સ્થિતિ થોડી લથડી હોઈ તેવું લાગે છે. આપણે આવું શા માટે કહીયે છીએ ? તેની પાછળનું કારણ રાજ્યમાં જોવા મળતી અમાનવીય ઘટનાઓ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવન ઘણું જ મૂલ્યવાન હોઈ છે, પરંતુ અમુક વ્યકતિ માટે તો બીજા લોકોનું જીવન કોઈ ખાસ મહત્વ ન ધરાવતું હોઈ તેવું લાગે છે. હાલ આપણે એવા અમુક વ્યક્તિઓ જોતા હોઈએ છીએ કે જેઓ પોતાની વાત મનાવવા માટે અને લોકો પોતે કહે તેમ કરે તે માટે અનેક પ્રકારના અમાનવીય કૃત્ય પણ કરી બેસતા હોઈ છે.
મિત્રો આવા લોકો માટે અન્ય વ્યક્તિનું જીવન કોઈ મહત્વ ધરાવતું નથી અને તેઓ અન્ય લોકોને મારવામાં પણ ખચકાતા નથી. તેમના માટે માનવજીવન નું કોઈ મૂલ્ય હોતું નથી. જો કે આવા લોકોને પોલીસ દ્વારા ઘણી ગંભીર સજા આપવામાં આવે છે. છતાં પણ હાલ હત્યાના આવા બનાવો જોવા મળે છે. આવોજ એક માનવતાને શર્મસાર કરતો બનાવ રાજકોટ શહેર માંથી સામે આવ્યો છે. કે જ્યાં નજીવી વાતમાં થયેલી બોલા ચાલીએ ઘણું જ મોટું રૂપ ધારણ કર્યું અને આ બનાવ માં એવું વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના અંગે વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર હત્યાનો આ બનાવ રાજકોટ ના કોઠારીયા મેઈન રોડ પાસે હુડકો ક્વાર્ટર નજીક સર્જાયો હતો. જેમાં નજીવી બાબત માં થયેલ બોલાચાલી માં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો વાત ઘટનામાં મૃત્યુ પામતા વ્યક્તિ અંગે કરીએ તો તેનું નામ કાળું ભાદરકા છે અને તેઓ 42 વર્ષના હતા જેમની હત્યા કરવામાં આવી હતી. જો વાત હત્યા પહેલાના બનાવ અંગે કરીએ તો જાણવી દઈએ કે કાળું ભાદરકા નામક આ વ્યક્તિ ઈંડા ખાઈ ને પરત ફરી રહ્યા હતા.
તેવામાં તેમનો સામનો કાળું ગઢવી નામક એક વ્યક્તિ સાથે થયો જણાવી દઈએ કે આ વ્યક્તિ શહેરના કોઠારી ચોકડી નજીક રહે છે. કાળું ગઢવી એ કાળું ભાદરકા નામના આ વ્યક્તિ પાસે ઈંડા ખાવા માટે નાણાંની માંગી કરી પરંતુ તેની આ નાણાંની માંગણી કાળું ભાદરકા એ સ્વીકારી નહિ અને તેમની વચ્ચે બોલા ચાલી થઇ ગયા જેમાં ગુસ્સે આવીને કાળું ગઢવી એ કાળું ભાદરકા ને પેટમાં ચાકુ મારી દીધી જેના કારણે તેઓ ઘણા ઝખમી થયા, જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ સમગ્ર ઘટના અંગે જાણ થતા પોલીસ ટિમ દ્વારા હાલ કાળું ગઢવી ને કાળું ભાદરકા ના મોત ના મામલામાં પકડી પાડવામાં આવ્યો છે.