વડોદરામાં જોવા મળ્યો વિચિત્ર બનાવ 24 વર્ષની બે સંતાનો ની માતા 18 વર્ષના પ્રેમી સાથે થઈ રફુચક્કર પતિએ……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે. અને પોતાના આવા સ્વભાવ ના કારણે તે સમગ્ર જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે, જે પૈકી પ્રેમ એક છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તે ઘણું ફાયદા કારક છે. યોગ્ય વ્યક્તિના કારણે જીવન સારી રીતે વીતે છે. જયારે તેનાથી ઉલટું અયોગ્ય વ્યક્તિ સાથે થયેલ પ્રેમ વ્યક્તિના જીવન ને ઘણું જ નુકસાન પણ પહોંચાડી શકે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોઈ છે તેવું લોકો કહે છે. એક વાર પ્રેમમાં પાડનાર લોકો કઈ પણ વિચારતા નથી અને એક બીજાની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરે છે આ માટે તેઓ પોતાના પ્રેમની ખાતર કોઈ પણ ની સામે લાડવા માટે તૈયાર થઇ જાય છે. પછી ભલે સામે સમગ્ર વિશ્વ કે પોતાનો ખુદનો પરિવાર પણ કેમ ના હોઇ. તેઓ કોઈના વિશે વિચારતા નથી.
પ્રેમ માં પડેલ આવા લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે ઘણી વખત અનેક પ્રકાર ના અયોગ્ય પગલાંઓ પણ ભરી લે છે કે જેનો અંજામ તે વ્યક્તિ અને તેની સાથે જોડાયેલ તમામ લોકોને સહન કરવો પડે છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક 24 વર્ષની બે સંતાનો ની માતા પોતાનાથી નાના 18 વર્ષના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ બનાવની વિગતો આ પ્રમાણે છે.
આ બનાવ વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી નારાયણધામ સોસાયટીમાં રહેતી એક પરણિત મહિલાની છે. જણાવી દઈએ કે આ મહિલા જે યુવક સાથે ભાગી છે તેની પાસે આવક્નુ કોઈ સાધન નથી. મહિલા પોતાની સાથે પોતાના સાડા ત્રણ વર્ષના બે સંતાનો ને લઈને ભાગી છે. યુવક પાસે આવક ના સાધનો ના હોવાથી પરિવાર ને બાળકોના ભરણ પોષણ અંગે ચિંતા થાય છે.
પત્ની ગુમ થયા અંગે ની ફરિયાદ પતિ મહેશે પોલીસ ને કરી હતી. તેમનું કહેવું છે કે પોલીસ આ બાબતે ગંભીરતાથી તપાસ કરતી નથી. જેના કારણે 15 દિવસ થયા છતા પણ પત્ની અંગે કોઈ માહિતી નથી. જણાવી દઈએ કે પત્ની જ્યારે ઘરેથી ભાગી હતી ત્યારે પોતાની સાથે 4 તોલા સોનાના દાગીના લઈને ભાગી હતી. જેને વેચીને તેમણે અંદાજે દોઢ થી બે લાખ રૂપિયા મેળવ્યા છે. જણાવી દઈએ કે મહેશ અને આ યુવતિ ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. અને તેમને એક પુત્રી અને એક પુત્ર રૂપ જોડિયા બાળકો છે. હાલ પતિ મહેશે પોલીસ કમિશનરને સંતાનો અને પત્ની શોધી આપવા વિનંતિ કરતો પત્ર લખ્યો છે.