વારંવાર પ્રયાસ કરવા છતા પણ અભ્યાસ માટે વિદેશ જવામાં નિષ્ફળ નીવડેલા ખેડૂત પરિવાર ના એકના એક સંતાને કરી આત્મહત્યા અને…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં દરેક વ્યક્તિ માટે ભણવું ઘણું મહત્વનું છે. લોકો માટે અભ્યાસ હાલ અનિવાર્ય થઈ ગયો છે. વધુ ભણેલા લોકોને સમાજ માં વધુ મહત્વ આપવામાં આવે છે. જ્યારે ઓછું ભણેલા લોકો પ્રત્યે સમજનુ વર્તન જુદું હોઈ છે. હાલ લોકો દ્વારા અભ્યાસ અને ડિગ્રીને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તમારી પાસે ગમ્મે તેટલી સારી આવડત અને સારી કુશળતા કેમ ના હોઈ પરંતુ જો તમારી પાસે ડિગ્રીનથી તો તમારું સમાજ માં કોઈ મહત્વ નથી. ભણતર ના વધતાં મહત્વના કારણે હાલના વિધાર્થીઓ ઉપર ઘણી ખરાબ અસર પડે છે અને તેમના વચ્ચે બિનજરૂરી હરીફાઈ શરૂ થઈ જાય છે. અને તેમાં પણ જો બાળક ના પૂરતા પ્રયત્નો છતા પણ તેને મન પસંદ પરિણામ ના આવે તો બાળક તણાવ અનુભવે છે. અને આવી સ્થિતિમાં તે ઘણી વખત ના કરવાના કામો કરી બેસે છે.
હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વિધાર્થી કે જેણે ત્રણ વખત વિદેશમાં ભણવા માટે વિઝા ની ટ્રાય કરી પરંતુ તેને વિઝા ના મળતા ઝેરી દવા ખાઈ ને આત્મ હત્યા કરી લીધી હતી. જો વાત આ દુઃખદ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.
આ બનાવ એક એવા વિધાર્થીનો છે કે જેના પિતા ખેતી કરે છે. અને પોતે માતા પિતાનો એક્લોતો સંતાન છે. આ વિધાર્થી નું નામ સની છે કે જે 21 વર્ષનો હતો. સનિએ ઘરમાં જ ઝેરી દવા પી ને આત્મ હત્યા કરી છે. જો વાત તેની આત્મ હત્યા અંગેના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમા સની બારમા ધોરણમા સાયન્સમાં પાસ થયો હતો. અને હવે વધુ અભ્યાસ માટે વિદેશમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી કેરિયર બનાવવા માગતો હતો.
તેની આવી ભણતર અંગેની ચાહ જોઈને સનિના ન્યૂઝિલેન્ડમાં રહેતી ફોઈએ તેને વિદેશમાં આગળ અભ્યાસ કરવા માટે સ્પોન્સરશિપ આપી હતી. સનીએ એ સ્પોન્સરશીપ સાથે ન્યૂઝિલેન્ડ એમ્બેસીમાં સ્ટુડન્ટ વિઝા માટે એપલાય કર્યું હતું. પરંતુ સની ન્યુઝીલેન્ડ પહોંચે તે પહેલાજ કાળ તેને આંબીગયો હતો.
જણાવી દઈએ કે જ્યારે તેણે વિઝા અંગે કાર્યવાહી શરૂ કરી ત્યારે ત્રણ વાર સનીના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોના ના કારણે લોકડાઉન આવું ગયું હતું જે બાદ સની હતાશ થઈ ગયો. અને માનસિક તણાવમાં સનિએ ઘરમાં જ આપઘાતના ઇરાદે ઝેરી દવા પી લીધી હતી. જોકે પરિવાર દ્વારા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ તે બચી શક્યો નહીં.