વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્નમાં જોવા મળશે આટલા મહેમાનો એક ગેસ્ટ માટે છે પાચ રૂમનુ બુકિંગ જાણો……
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન અનેક લોકો પોતાના જીવનસાથી સાથે જોડાઇને તેમની સાથે સાથ ફેરા લેશે અને જન્મો જનમ નો સાથ અને પ્રેમ મેળવ્વાના વચન એક બીજાને આપશે. લગ્ન સમયની આ અસર બોલીવુડ પર પણ જોવા મળી છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલ આખા બોલીવુડ માં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન ઘણા ચર્ચામા છે અને તેને લઈને હાલ ઘણી વિગતો સામે આવી રહી છે. આપણે અહીં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્નમાં આવનારા મહેમાનો અંગે વાત કરવાની છે.
જો વાત મહેમાનો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્નમાં દેશનો સૌથી અમીર પરિવાર એટલે કે અંબાણી પરિવાર પણ મહેમાન બને તેવી સમ્ભાવના છે. અંબાણી પરિવાર માટે ઓબેરોય હોટેલમાં 5 રૂમ બુક કરવામાં આવ્યા છે. જો કે જણાવી દઈએ કે હાલ અંબાણી પરિવારના લોકો સવાઈ માધોપુર પહોંચ્યા નથી. આ ઉપરાંત અન્ય મહેમાન તરીકે વિરાટ અને અનુષ્કા નું નામ પણ સામે આવે છે. આ ઉપરાંત અક્ષય કુમાર સહિતના અન્ય હસ્તીઓ પણ આવી શકે છે.
જો વાત લગ્નના કાર્યક્રમ અંગે કરીએ તો જણાવી દઈએ કે 8 ડિસેમ્બર ના રોજ હલદિની વિધિ થશે અને તેના પછી આફ્ટર પાર્ટી થશે. આ ઉપરાંત 9 ડિસેમ્બરે બપોરે વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્નની સેહરા બંદીની વિધિ થશે જે પછી આ પ્રેમી પંખીડા લગ્ન બંધન માં જોડાશે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 50 થી વધુ મહેમાનો આવી ચુક્યા છે.
જો વાત લગ્નને લઈને સુરક્ષા અંગે કરીએ તો જણાવી દઈએ કે સુરક્ષાના પણ ઘણા કડા ઇન્તજામ છે. જણાવી દઈએ કે કોઈ પણ ગાડીને સુરક્ષા કોડ વિના પ્રવેશની મંજૂરી નથી. જો વાત લગ્નમાં હાજર મહેમાનો અંગે કરીએ તો અત્યાર સુધીમાં નેહા ધૂપિયા અને અંગદ બેદી ઉપરાંત ફિલ્મ નિર્દેશક કબીર ખાન અને તેની પત્ની મીની માથુર અને અભિનેત્રી શર્વરી બાગ સિક્સ સેન્સ પહોંચ્યા. આ ઉપરાંત કેટલાક સેલિબ્રિટી બાળકો પણ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે.