Entertainment

વિશ્વભર માં ‘પુષ્પા’ એ સર્જ્યો નવો રેકોર્ડ જ્યારે રણવીર સિંહ ની ’83’ નું પ્રદર્શન રહીયુ……

Spread the love

મિત્રો આપણા ભારત દેશમાં દરેક વર્ષે અનેક ફિલ્મો બને છે અને રીલીઝ થાય છે. દેશમાં અલગ અલગ ભાષાના અનેક ફિલ્મ જગત છે. જેની ફિલ્મો દેશ અને વિદેશ માં પણ રીલીઝ થાય છે અને ચાહકો પણ તેને ઘણું પસંદ કરે છે. હાલ આવી જ એક ફિલ્મ ભારત બાદ આખા વિશ્વમાં પોતાનું જાદુ ચલાવી રહી છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની છે. જેનું નામ ‘પુષ્પા’ છે. આપણે સૌ આ ફિલ્મથી માહિતગાર છિએ. હાલ આ ફિલ્મ સફળતા ના ઉચા શિખરો સર કરી રહી છે.

જણાવી દઈએ કે ‘પુષ્પા’ ફિલ્મએ સાઉથમાં ધમાકેદાર શરૂઆત કરી હતી અને એક જ આઠવાડિયા માં તેણે લગભગ 165 કરોડની કમાણી કરી હતી. જે બાદ આ ફિલ્મ હિન્દી માં પણ રીલીઝ થઈ છે અને ફિલ્મે હિન્દી ભાષી પ્રેક્ષકોને પણ આકર્ષવાનું શરૂ કર્યું છે. હાલમાં પુષ્પા હિન્દી ભાષી દર્શકોની પહેલી પસંદ બની રહી છે.

જો વાત ફિલ્મ કલેક્શન અંગે કરીએ તો આ ફિલ્મે ભારતમાં જબરદસ્ત કમાણી કરી છે અને હવે તે વિશ્વભરમાં નવા રેકોર્ડ બનાવી રહી છે. આ બાબત અંગે જણાવતા પુષ્પાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણકારી આપવામાં આવી છે કે પુષ્પા ભારતની 2021ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે દેશભરમાં ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 200 કરોડની કમાણી કરી છે. જો કે રીલીઝ ના આટલા સમય પછી પણ ફિલ્મ પુષ્પા નો દક્ષિણમાં કમાણીનો આંકડો સતત વધી રહ્યો છે. આ ઉપરાંત તે જ સમયે, હિન્દી ભાષી દર્શકોમાં પુષ્પાનો ક્રેઝ ત્રીજા વીકએન્ડમાં પણ ઓછો થયો નથી.

જયારે વાત રણવીર સિંહ ની નવી ફિલ્મ ’83’ અંગે કરીએ તો આ ફિલ્મ ચાહકો ને થોડી ઓછિ પસંદ પડી રહી છે. જે બાબત અંગે તેની કમાણી પરથી માલુમ પડે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 1983માં ભારતની ક્રિકેટ વર્લ્ડ કપ જીત પર બનેલી છે. જો વાત ફિલ્મ બનાવવાના ખર્ચ અંગે કરીએ તો આ ફિલ્મનું બજેટ લગભગ 270 કરોડ રૂપિયા છે, કે જે વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ‘બાહુબલી’ કરતાં પણ વધુ છે.

માનવામાં આવે છે કે ફિલ્મ 83 ના નિર્માણ માટે દરેક ભૂતપૂર્વ ખેલાડીને તેમની વાર્તા માટે આશરે 3 થી 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આજ કારણ છે કે જેના પરિણામે ફિલ્મ 83 નું બજેટ વધ્યું હતું. સૌ જાણીએ છિએ તેમ આ ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય પાત્ર ભજવે છે. તેઓ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવે છે. જ્યારે દીપિકા પાદુકોણે તેની પત્નીની ભૂમિકા ભજવી છે.

આ ફિલ્મ ના નબળા પ્રદર્શન બાબતે નિર્દેશક કબીર ખાને કહ્યું કે, તેઓ મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ, તેથી તેનાથી કોઈ ફરક પડતો નથી. ફિલ્મે લોકોમાં ભાવનાત્મક સ્થાન બનાવ્યું છે.  તેમણે વધુમાં જણાવ્યું કે “મને ખબર છે કે ’83 સાથે બોક્સ ઓફિસ પર શું ચાલી રહ્યું છે. પરંતુ મને લાગે છે કે તેના વિશે વાત કરવી પણ યોગ્ય નથી. આ ઉપરાંત અમને ખ્યાલ ન હતો કે ફિલ્મ રિલીઝ થયા પછી 6 રાજ્યોમા રાત્રી કર્ફ્યુની જાહેરાત થશે. આ ઉપરાંત બોક્સ ઓફિસનો મુખ્ય ભાગ દિલ્હીમાં પણ થિયેટર સંપૂર્ણ પણે બંધ થઈ જશે. જો વાત હાલના સમય માં આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન અંગે કરીએ તમને જણાવી દઈએ કે ’83’એ અત્યાર સુધી ભારતીય બોક્સ ઓફિસ પર 76 કરોડ રૂપિયાનો ચોખ્ખો બિઝનેસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *