શું તમે પણ છો પાતળા અને મહેનત કરવા છતાં પણ નથી વધતો વજન તો સાવધાન ! છોડી આટલી વસ્તુ નહીતો……
મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીર ના યોગ્ય વિકાસ અને તેને પૂરતું પોષણ મળવું જરૂરી છે. જો શરીર ને પૂરતા પોશાક તત્વ ના મળે તો શરીર તંદુરસ્ત રહેતું નથી અને તેના કારણે અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. જો કે તંદુરસ્ત રહેવા માટે તમારે વધુ કંઈ કરવાની જરૂર નથી ફક્ત પૌષ્ટિક આહાર અને યોગ્ય જીવનશૈલી ઉપરાંત થોડી કસરત કરવાની જરૂર છે. આ માટે આપણે ઘણા ઘરેલુ ઉપાય કરીને અને પોતાની જાતને સંતુલિત કરવાની જરૂર હોઈ છે. જો કે ઘણી વ્યક્તિઓ તમામ પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખતી હોઈ છતાં પણ તેને કોઈ ફાયદો થતો નથી.
જેમકે જો વાત દુબળા વ્યક્તિઓ અંગે કરીએ તો તેઓ પોતાનું શરીર સ્વસ્થ રાખવા અને વજન વધારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરતા હોઈ છે છતાં પણ તેમનું વજન વધતું નથી. જેની પાછળનું કારણ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અમુક પ્રકારની ભૂલો અને અમુક ખરાબ આદતો જવાબદાર છે. જેના કારણે વ્યક્તિ ઘણીજ મહેનત કરે છતાં પણ તે વજન વધારી શક્તિ નથી. જો તમે પણ છો આ સમસ્યાથી પરેશાન અને લોકો તમારો મજાક તમારા ઓછા વજન ના કારણે ઉડાવે છે. અને જો તમારી ઈચ્છા આવા લોકોના મજાક નો જવાબ વજન વધારીને દેવો હોઈ તો આ લેખ તમારા માટે છે આજે આપણે અહીં એવી અમુક બાબતો અંગે વાત કરવાની છે કે જે ભૂલ લોકો કરે છે અને તેમનું વજન વધતું નથી, જો તમારી ઈચ્છા વજન વધારવાની હોઈ તો કરો માત્ર આટલું કામ…
જો તમારે વજન વધારવું હોઈ તો સૌથી પહેલા તણાવ હળવો કરવો પડશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય મોર્ડન અને આધુનિક સમય છે હાલના સમયમાં લોકો પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને તેમને પોતાના કામ ઉપરાંત અનેક પ્રકારની અન્ય સમસ્યાઓ પણ જોવા મળે છે. આવી સમસ્યાઓ ના કારણે વ્યક્તિ સતત તણાવ ગ્રસ્ત જીવન જીવે છે, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તણાવ એ શરીર ને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જેના કારણે વ્યક્તિ ગમ્મે તેટલું પૌષ્ટિક ખોરાક લે છતાં પણ તેની અસર તેના પર થતી નથી. માટે જ જીવન માં તણાવ દૂર કરી અને હસતા રહેવું અને પ્રફુલિત રહેવું શરીર માટે ફાયદા કારક ગણાય છે.
વજન ના વધવાનું બીજું અગત્યનું કારણ પૌષ્ટિક ખોરાક શરીર ને ના મળવાને ગણી શકાય છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવને ને જીવવા અને ટકાવી રાખવા માટે ખોરાક કેટલો જરૂરી છે. શરીર માટે પોષણ ક્ષમ વસ્તુઓ અને પોષ્ટિકતા મેળવવા માટે સૌથી વધુ મહત્વનું જો કોઈ પાસું હોઈ તો તે ખોરાક હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ખોરાકમાં ઘણા પોષક તત્વો હોઈ છે. પરંતુ આજના સમય માં લોકોને ઘરના પૌષ્ટિક આહાર કરતા બહારનો જંકફૂડ ઘણું પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે બહારનો ખોરાક ઘરના ખોરાક કરતા ઓછો પૌષ્ટિક હોઈ છે. જેના કારણે વ્યક્તિ જયારે આવો સંતુલિત અને પૌષ્ટિક ખોરાક લેતો નથી ત્યારે તેની તબિયત બગડે છે. માટે જ શરીર ને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે.
આ ઉપરાંત વ્યક્તિને જીવનમાં ખુશ રહેવું જરૂરી છે. જયારે વ્યક્તિ પોતે ખુશ હોઈ ત્યારે કોઈ પણ ખરાબ બાબતો તેના પર હાવી થતી નથી અને તે તણાવ અને ડિપ્રેસન જેવી ગંભીર બીમારીઓ અને અન્ય બીમારીઓથી પણ દૂર રહી શકે છે. આ ઉપરાંત અપને સૌ જાણીએ છીએ કે હસવું માનવી માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે જેના કારણે શરીર માં લોહીનો પ્રવાહ સારી રીતે થઇ શકે છે. અને મોઢા પર ચમક આવે છે. શરીર માં લોહીનો પ્રવાહ સારો રહેતા શરીર તંદુરસ્ત રહે છે.
આ ઉપરાંત અમુક વ્યક્તિઓ અમુક પ્રકારની વસ્તુઓના સેવનથી પરહેજ કરે છે. જે પૈકી ફેટ વળી વસ્તુઓનું સેવન એક છે લોકોના કહેવા અનુસાર ફેટ વળી વસ્તુઓનું સેવન શરીર માટે ઘાતક છે પરંતુ જણાવી દઈએ કે શરીર માં થોડા પ્રમાણમાં ફેટ હોવું જરૂરી છે. જેના કારણે શરીર માં સંતુલન જળવાઈ રહે. તેવી જ રીતે ગળી વસ્તુઓ નું સેવન પણ શરીર માટે જરૂરી છેજો તમે શરીર નો વજન વધારવો હોઈ તો ગળી વસ્તુઓ ખાવી જરૂરી છે જેના કારણે શરીર માં વજન વધવામા મદદ મળે છે પરંતુ અમુક લોકો આ બંને વસ્તુઓ ખાતા નથી પરિણામે તેમનું વજન પણ વધતું નથી.