શું મુકેશ અંબાણી દેશ છોડી ને કાયમ માટે ચાલ્યા જાય છે તેમના આ નવા મહેલમા ? જાણો તેની પાછળ ની હકીકત અને જુઓ તેમના આ નવા ઘરની તસ્વીરો…….
મિત્રો મુકેશ અંબાણી આપણે સૌ આ નામથી ઘણા પરીચિત છીએ. અંબાણી પરિવાર દેશના સૌથી અમીર પરિવાર પૈકીનો એક પરિવાર છે. હાલ દેશમાં અમીરી શબ્દ નો પર્યાય બની ચૂકેલા આ પરિવાર અનેક પ્રકારના ધંધા અને વ્યવસાય ઉપરાંત સમાજસેવાના કાર્યો સાથે સંકળાયેલ છે.
તેમાં પણ જો વાત મુકેશ અંબાણી અંગે કરીએ તો દિવસે ને દિવસે મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દેશના સૌથી અમીર વ્યક્તિ અને દુનિયાના અમીર વ્યક્તિઓ પૈકીના એક એવા મુકેશ અંબાણી અને તેમનો પરીવાર હાલ ઘણા જ ચર્ચામાં છે.
જોકે આ પરિવાર અવાર નવાર ચર્ચામાં જોવા મળે છે. તેઓ પોતાના પૈસા અને પોતાના ધંધા ઉપરાંત તેમની વૈભવી જીવન શૈલી ને કારણે લોકો માં ઘણા જ ચર્ચા માં રહે છે પરંતુ આજ વખતે તેમની ચર્ચા નું કારણ તેમનું નવું ઘર છે તો ચાલો આપણે આ અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા જ લંડનમાં પોતાનું બીજું નવું ઘર લીધું છે. જેને કારણે હવે લોકો એવું માને છે કે હવે મુકેશ અંબાણીની પોતાના પરિવાર સાથે અહીં રહેવા જઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણીનુ મુંબઇ માં એક ઘણું જ આલિશન મકાન છે કે જેનુ નામ એન્ટિલિયા છે.
પરંતુ હવે તેમના મુંબઇ વાળા મકાન સિવાય તેમની પાસે લંડન માં પણ આ નવું ઘર છે. આ ઘર મુકેશ અંબાણીએ લંડનમાં ખરીદ્યું છે. તેમણે આ ઘર લંડનના બકિંગહામશાયરમાં સ્ટોક પાર્કની 300 એકર જમીન પર ખરીદ્યુ છે. જેમાં તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે ફેરફારો કરી રહ્યો છે. જેને કારણે લોકોને એવો સવાલ થાઈ છે કે શું મુકેશ અંબાણી ભારત છોડીને કાયમ માટે લંડન જઈ રહ્યા છે ?
મળતી માહિતી અનુસાર તેમણે આ પ્રોપર્ટી પાછલા વર્ષે લગભગ 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેમણે આ વર્ષની શરૂઆતમાં લંડનના બર્કિંગહામશાયરમાં સ્ટોક પાર્કમાં કન્ટ્રી ક્લબ પાસે 300 એકર જમીન માટેનો સોદો નક્કી કર્યો હતો. અને તેના પછી ઓગસ્ટ માસમા અહીં ઘરનું બાંધકામ પણ શરૂ કરવામાં આવી ચૂક્યું છે. જોકે આ મકાન હાલ તૈયાર છે.
મુકેશ અંબાણીના આ લંડનના ઘરમાં 49 બેડરૂમ હોવાનું જણાવા મળી રહું છે. તમને જણાવી દઈએ કે આ ઘરમાં એક નાનું દવાખાનું પણ બનાવવામાં આવી રહ્યું છે. એક અહેવાલ ના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ની દિવાળી અંબાણી પરિવારે તેમના આજ્તે નવા લંડનના ઘરે ઉજવણી છે.
જો વાત આ અલિશાન જગ્યા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ હવેલી લગભગ 100 વર્ષથી પણ વધુ જૂની છે. પહેલા ના સમય માં એટલે કે વર્ષ 1908 માં બનેલી આ હવેલી શરૂઆતમાં એક 5 સિતારા હોટલ હતી, પણ પછી તેને કન્ટ્રી ક્લબમાં ફેરવી દેવામાં આવ્યું. આ હવેલીમાં જેમ્સ બોન્ડ સિરીઝની શૂટિંગ પણ ઉપયોગ માં આવેલ છે.