India

સમાજના રક્ષક પોલીસ ને જ નડ્યો અકસ્માત કાળ થઈને આવ્યું ટેન્કર અને ત્રણ પોલીસ અધિકારી..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લ ઘણા સમયથી જાણે કાળ રસ્તા પર જ લોકોના જીવની રાહમાં બેઠો હોઈ તેમ અનેક લોકો માર્ગ અકસ્માત માં કાળ ને ભેટ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લગભગ દરરોજ અકસ્માત ને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે કે ઈજાગ્રસ્ત થાય છે.

અકસ્માત સર્જાવ્વનુ મુખ્ય કારણ વાહનની વધુ ગતિ જ હોઈ છે ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. હાલમાં આવો જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે અને આ અકસ્માત નો ભોગ પોલીસ અધિકારીઓ બન્યા છે આ અકસ્માત ની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત હરદોઈ-ઉન્નાવ રોડ પર સર્જયો છે. અહીં એક પોલીસ ની ગાડી થતાં એક ટેન્કર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ટેન્કર ચાલાકની ભૂલ અને વધુ ગતિને કારણે ત્રણ પોલીસ અધિકારીઓ ના મોત થયા છે.

જો વાત આ અકસ્માત અંગે કરીએ તો સફાઇપુર કોટવાલીની પીઆરવી. ચકંડાડીથી પરત આવી રહી હતી તેવામાં હરદોઈ-ઉન્નાવ રોડ પર સેફપુર કોટ્વાલી વિસ્તારના નુબતપુર ગામ નજીક બાંગરામુ પાસેથી આવી રહેલ એક દૂધનુ ટેન્કર પી.આર.વી. ઉપર ઢળી ગયું. જે બાદ પાછળ થી આવી રહેલ સ્કૂટર પણ આ ટેન્કર સાથે અથડાઈ ગયું.

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં હેડ કોન્સ્ટેબલ ક્રિશ્નેન્દ્ર ચંદ્ર યાદવ અને મહિલા સૈનિક શશીલાલા યાદવ ઉપરાંત રીતા કુષ્વાહાને વાહનમાં દબાઇ જતા મૃત્યુ પામ્યા જ્યારે વાત અકસ્માત માં ઈજાગ્રસ્ત થયેલા લોકો અંગે કરીએ તો અકસ્માત ના કારણે કોન્સ્ટેબલ આનંદ કુમાર અને સ્કૂટર સવાર સજ્જન યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય જે બાદ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જોકે અકસ્માત બાદ ટેન્કર ચાલક નાસી ગયો હતો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *