સિવિલ નો સફળતા ! બાળક ના આંતરડા ફસાયેલો 2 ઈંચનો સ્ક્રૂ સફળતા પુર્વક કાઢ્યો
અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની ફરી એકવાર વાહવાહી થઈ રહી છે અમદાવાદ સિવિલે વધુ એક ઓપરેશનને સફળતાપૂર્વક પાળ પાડયું છે.આ વખતે 2 વર્ષનો છોકરો 2 ઈંચનો સ્કૂલ ગળી ગયા બાદ તે આંતરડામાં ફસાઈ ગયો હતો, જેની સફળ સર્જરી કરવામાં આવી છે. પિડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા ભારે સફળ સર્જરી કરીને મોટા-નાના આંતરડાના છેડે ફસાયેલા સ્ક્રૂને બહાર કઢાયો છે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી ખર્ચાળ સાબિત થતી હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં તે નિઃશુલ્ક કરવામાં આવી છે. આ સાથે પીડિયાટ્રીક તબિબોએ બાળકને મોટી મુશ્કેલીમાંથી ઉગાર્યો છે ઓપેરશન અઘરું હતું પણ સિવિલના તબીબોએ હાર ન માની.
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા રામકલાલ ચૌહાણનો 2 વર્ષનો દીકરો રમતા-રમતા સ્ક્રૂ,નાની ચેઈન, ટાંકણી ગળી ગયો હતો, આ પછી તેને વારંવાર ઉલ્ટીઓ થવા લાગી હતી પરંતુ પરિવાર તેની તકલીફથી અજાણ હોવાથી તેની સામાન્ય સારવાર કરાવતા હતા જોકે પીયૂષને સતત શરદી રહેતી હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, અહીં એક્સ-રે દરમિયાન જાણવા મળ્યું કે તે કેટલીક અણીદાર વસ્તુઓ ગળી ગયો છે જેના લીધે તેને વારંવાર ઉલ્ટી અને શરદી-ખાંસી થતા રહે છે ખાનગી હોસ્પિટલમાં તેના પેટમાં રહેલી નાની ચેઈન અને ટાંકણી દૂર કરવામાં આવ્યા હતા જોકે, સ્ક્રૂ તેના પેટમાં હોવાથી સર્જરી જોખમી અને ખર્ચાળ હતી.
આ પછી પરિવારે પીયૂષને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં પીડિયાટ્રીક વિભાગ દ્વારા વિવિધ રિપોર્ટ્સ કરાવ્યા બાદ સ્ક્રૂ ક્યાં ફસાયેલો છે તે જાણીને તેની સફળ સર્જરી કરવામાં આવી હતી. રિપોર્ટ્સ દ્વારા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પીયૂષના પેટમાં નાના-મોટા આંતરડાના છેડે સ્ક્રૂ ફસાયેલો છે આ પછી સર્જરી કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો આ સ્ક્રૂ લગભગ 6થી 8 મહિનાથી તેના પેટમાં ફસાયેલો હતો.
પીયૂષની સર્જરી અંગે બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોષીએ આ સર્જરી અંગે જણાવ્યું કે બાળકો ઘણી વખત સિક્કા, પીન, ચાવી, બટન, નાના રમકડા પત્થર અને સ્ક્રૂ જેવી વસ્તુઓ ગળી જતા હોય છે જ્યારે બાળક આવી કોઈ વસ્તુ ગળી જાય તો તે નાના આંતરાડામાં પ્રવેશે છે અને પછી મોટા આંતરડામાં પ્રવેશીને મળમાર્ગે બહાર નીકળી જાય છે પરંતુ પીયૂષના કિસ્સામં આ સ્ક્રૂ નાના-મોટા આંતરાડાના વચ્ચે ચોંટી ગયો હતો, જે પડકારજનક હતું. આવામાં સર્જરી કરવી જરુરી હતી. આમ પીયૂષને વર્ષે સર્જરી બાદ પીડાથી મુક્તિ મળતા તેના પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને એક માસુમ બાળકને નવજીવન મળ્યું છે.