સોના અને ચાંદીના ભાવોમાં થયો ફેરફાર હવે મળશે આટલા રૂપિયા માં સોનુ અને ચાંદી જાણો આજનો નવો ભાવ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ચાલી રહીયો છે આ સમયગાળા માં લોકો દ્વારા સોના અને ચાંદી જેવી અમૂલ્ય ધાતુની માંગમાં વધારો કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં સોનુ અને ચાંદી ઘણું જ મૂલ્ય ધરાવતા હોઈ છે. લોકો પણ આ ધાતુમાં પોતાના નાણાં રોકવા માટે ઈચ્છા ધરાવતા હોઈ છે. પરંતુ ઘણી વખત તેમને આ ધાતુઓ અંગેના ભાવની માહિતી હોતી નથી. જો તમે પણ સોનુ અને ચાંદી ખરીદવા માટે તૈયાર છો તો આ અહેવાલ તમારા માટે છે. આજે આપણે સોના અને ચાંદીના આજના ભાવો અંગે માહિતી મેળવવાની છે.
જણાવી દઈએ કે કાલે સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો જેના કારણે સોના ભાવમાં રૂપિયા 246 નો વધારો જોવા મળ્યો હતો. આ ભાવ વધારા ના કારણે સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 48109 જોવા મળી હતી. જયારે આ અગાઉના ભાવો અંગે વાત કરીએ તો અગાઉ સોનાનો ભાવ રૂપિયા 47863 જોવા મળ્યો હતો. આ ઉપરાંત જો વાત બીજી અમુલ ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો બુધવારે ચાંદીના ભાવમાં રૂપિયા 100 નો ભાવ વધારો જોવા મળ્યો હતો જેના કારણે ચાંદી ની કિંમત દરેક કિલોગ્રામ માટે રૂપિયા 61127 જોવા મળી હતી.
જો વાત સોનાના અલગ અલગ શુદ્ધતા ના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે સોનાના 24 કેરેટ અને 10 ગ્રામ નો ભાવ 48109 રૂપિયા છે. જયારે 10 ગ્રામ અને 23 કેરેટ સોનાની કિંમત રૂપિયા 47916 છે. જયારે આ ભાવ 22 કેરેટ માટે 44068 રૂપિયા જોવા મળ્યો હતો. હવે જો વાત સોનાના 18 કેરેટ અને 10 ગ્રામના ભાવ અંગે વાત કરીએ તો તેનો ભાવ રૂપિયા 36082 જોવા મળે છે. હાલ સોનાનો 10 ગ્રામનો અને 14 કેરેટનો ભાવ 28144 રૂપિયા છે.
જણાવી દઈએ કે સોના અને ચાંદીમાં થયેલા આ ભાવ વધારા છતાં પણ હજી સોનુ અને ચાંદી પોતાની ઉચ્ચતમ સપાટી કરતા નીચા જોવા મળે છે. જો વાત સોના અંગે કરીએ તો સોનાની ઉચ્ચતમ સપાટી ઓગેસ્ટ 2020 માં જોવા મળી હતી આ સયમે સોનાનો ભાવ 56200 રૂપિયા જોવા મળ્યો હતો. જે હાલના ભાવ કરતા લગભગ રૂપિયા 8091 જેટલો વધારે છે. જયારે વાત ચાંદી અંગે કરીએ તો ચાંદી નો ઉચ્ચતમ ભાવ રૂપિયા 79980 દરેક કિલો માટે જોવા મળ્યો હતો જે આજના ચાંદીના ભાવ કરતા લગભગ 18753 રૂપિયા વધારે હતો.