સોના અને ચાંદી ના ભાવોમા જોવા મળ્યો આટલો ફેરફાર…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ માં લગ્ન ની સિઝન છે આ સમયગાળા માં અનેક લોકો પોતાના જીવન સાથી સાથે જોડાઈ જશે. લગ્નના આ સમયગાળા મા લોકો દ્વારા સોના અને ચાંદીની ધાતુઓ અંગે ની માંગ માં પણ વધારો જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમય માં સોના અને ચાંદી ની માંગ માં ઘણો વધારો જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુઓ કેટલી મુલ્યવાન છે. જેના કારણે લોકો આવી ધાતુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોઈ છે. જો કે આ બંને કિંમતી ધાતુઓ ના મુલ્ય ઘણા ઉચા હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. અને સોના ચાંદીના ભાવો ઘટે તેની રાહ જુએ છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા ની રાહ માં છો તો આ અહેવાલ તમારાં માટે છે.
જણાવી દઈએ કે છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ભાવ ઘટાડા ના કારણે શુક્રવારે સોનાની કિંમત દરેક 10 ગ્રામ માટે 57 રૂપિયા સસ્તું થયુ હતું. આ ભાવ ઘટાડા ના કારણે સોનાની 10 ગ્રામ ની કિંમત રૂપિયા 47544 જોવા મળી હતી. આ અગાઉ સોનાની 10 ગ્રામ માટેની કિંમત ગુરુવારે 47601 રૂપિયા થઈ હતી.
જો કે વાત બીજી અમુલ્ય ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે સોના કરતા ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. અને ચાંદીની ચમક માં વધારો થયો હતો. જેના કારણે શુક્રવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ માટે રૂપિયા 54 નો વધારો જોવા મળ્યો હતો. આ ભાવ વધારા ના કારણે ચાંદીના એક કિલોની કિંમત રૂપિયા 60843 જોવા મળી હતી.
જો કે જણાવી દઈએ કે ઇન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) શનિવાર અને રવિવારે રજાઓને કારણે સોના અને ચાંદીની આજની કિમતો અંગે જાહેરાત કરતા નથી. પરંતુ નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
જો વાત સોના ના આજ સુધીના સૌથી વધુ ભાવ અંગે કરીએ તો સોનું હજુ પણ તેની ઉચ્ચતમ સપાટી ની તુલના માં દરેક 10 ગ્રામ માટે 8656 રૂપિયા સસ્તું જોવા મળે છે. જો કે આ અગાઉ સોનું ઓગસ્ટ 2020 માં પોતાની સૌથી ઉંચી સપાટીએ હતું. અને આ ઉચ્ચતમ સપાટી એ સોનાનો ભાવ રૂપિયા 56200 પ્રતિ 10 ગ્રામ માટે જોવા મળ્યો હતો.
જો વાત બીજી અમુલ ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે ચાંદી પોતાના ઉચ્ચતમ સપાટી કરતા આશરે રૂપિયા 19137 પ્રતિ કિલોના દરે સસ્તી જોવા મળે છે. જો વાત ચાંદીની ઉચ્ચતમ સપાટી અંગે કરીએ તો હાજ સુધીમાં તેની સૌથી ઉચિ સપાટી 79980 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી.