હૃદય કંપાવતી ઘટના ! 7- માં માળે ભીષણ આગ લાગતા 15-વર્ષ ની પ્રાંજલ નું થયું દર્દનાક મોત ફાયરબ્રિગેડે અન્ય 4-ને,
ગુજરાતમાં દિન પ્રતિદિન આગ લાગવાની ઘટનામાં ખૂબ વધારો થયો છે. થોડા સમય પહેલા અમદાવાદના શાહપુર વિસ્તારમાં પતિ પત્ની સહિત એક બાળકનું ઘરમાં આગ લાગવાથી મોત થયું હતું. જ્યારે ફરી એક આગ લાગવાની ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતા 15 વર્ષની સગીરનું દર્દનાક રીતે મોત નીપજ્યું છે.
વિગતે વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરિધર નગર સર્કલ પાસેના ઓરચીડ ગ્રીન ફ્લેટમાં સાતમાં માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટના સવારે 6:30 વાગ્યાની આજુબાજુ બની હતી. આગ લાગવાની ઘટના જે ફ્લેટમાં બની હતી તે ફ્લેટમાં પાંચ સભ્યો ફસાયા હતા. આગ લાગવાની ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા 15 જેટલી ગાડીઓ અને 108 ની ગાડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી.
ભીષણ આગમાંથી ચાર લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ 15 વર્ષની એક સગીરા કે જેનું નામ પ્રાંજલ ઉર્ફે પ્રાચી હતું તે આગ માં ભયાનક રીતે ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15 વર્ષની સગીરાને ભારે જહેમત બાદ કાઢવામાં આવી હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 15 વર્ષની પ્રાંજલનું દર્દનાક મોત નીપજ્યું હતું.
આમ અમદાવાદ માથી સવારના રોજ આ હચમચાવતી ઘટના સામે આવી હતી. આગ શા કારણોસર લાગી તે માહિતી હજુ મેળવી શકાય ન હતી. આ ઘટના બનતા ભારે ટ્રાફિક જામ અને ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવાર ની 15-વર્ષ ની દીકરી નું મૃત્યુ નિપજતા પરિવાર માં ભારે દુઃખ ના વાદળો છવાય ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!