સોશિયલ મીડિયાનો આજસુધીનો બેસ્ટ વિડીયો ! 16 દિવસ કોમામાં રહ્યા બાદ બાળક પોતાની માતાને મળ્યો, રડવા લાગ્યો…વિડીયો જોઈ તમે ભાવુક
માતા-પુત્રનો એટલો અતૂટસબંધ છે સબંધ છે કે જેના વિશે વિજ્ઞાન પણ કોઈ પ્રકારે વિચારધારા રજૂ કરી શકતું નથી. અમુક વખત તો એવા પણ ચમત્કારો થઇ જતા હોય છે જે આપણા વિચારોથી પણ પરે હોય છે. એવામાં જયારે પણ સંતાનને કાંઈ પણ થાય ત્યારે માતાને સૌથી વધારે દુઃખ થતું હોય છે. તમે પણ તમારા જીવનમાં એવા ઘણા દિવસો જોયા હશે જેમાં તમે બીમાર પડેલા હોવ અને માતા ચિંતાતુર બનીને તમારો ખ્યાલ રાખતી હોય છે, ખરેખર આ તમામ બાબતો કોઈ પણ વ્યક્તિને રડાવી દેતી હોય છે.
એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક તથા માતા એકબીજા પર એટલો પ્રેમ વરસાવે છે કે તમે પણ જોતા રહી જશો, પરંતુ આવું કરવાનું કારણ તમે જાણશો તો તમે પણ ભાવુક જ થઇ જશો. તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાય રહેલા આ બાળક છેલ્લા 16 દિવસોથી કોમામાં હતો એવામાં તે કોમા માંથી બહાર આવતા તેની માતા ખુશીને મારે દોડતી થઇ હતી અને તરત જ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
જેવી માતાએ તેના સંતાન અને તેના સંતાને તેની માતાને જોઈ તેવું તરત જ બંને રડું રડું થઇ રહ્યા હતા. હવે આ વાત તો સામાન્ય જ છે કારણ કે 16 દિવસથી સંતાન પોતાની માતા વગર તો માતા પોતાના સંતાનને જોયા વગર કાઢયા હતા અને આટલા બધા દિવસો બાદ સંતાનને જોઈ શકતા માતા ખુશ થઇ ગઈ હતી. ખરેખર આ વિડીયોએ સૌ કોઈને ભાવુક જ કરી દીધા હતા. જાણવા મળ્યું છે કે આ બાળકને ડાયસ્ટ્રોફિક એપિડમોરનલીસીસ બુલોસા નામની એક બીમારી છે જે તેના જન્મ સમયથી જ છે. આ એક એટલી ગંભીર બીમારી છે કે આ બીમારીમાં ત્વચા થા મુકતાનગો કમજોરી આવવા લાગે છે.
આ ગંભીર બીમારીના કારણે ફક્ત બાળકને જ અસહ્ય દર્દથી પીડાવું નથી પડતું પરંતુ માતા-પિતાને પણ અનેક એવી ચિંતાના વાદળો માંથી પસાર થવાનું રહેતું હોય છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક તો આવી પરિસ્થિતિથી પરિવારજનો પણ કંટાળી જતા હોય છે. આ બાળક સાથે પણ એવું થયું હતું કે છેલ્લા 16 દિવસોથી બેભાન હાલતમાં આ બાળકને અંતે હોશ આવી જતા માતા-પિતાની ચિંતામાં પણ ઘટાડો થયો હતો.
View this post on Instagram