17 મહિના થી પૌષ્ટિક આહાર નથી ખાધું, આ દિકરીએ ભાત ખાઇ ને વિતાવે છે દિવસ જાણો તેના વિશે…
ગોપાલ ભેંગરાએ 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા ગોપાલ ભેંગરા સાથે રમી ચૂકેલા આં.રા. ખેલાડી સુશીલ તોપનોએ જણાવ્યું કે તેઓ ગુસ્સાવાળા હતા. આર્મીમાં એએસસી સપ્લાય કોર ટીમમાંથી રમતા હતા. ગોપાલનો રમતમાં પાવર વધુ હતો. હરીફ ખેલાડી તેમની સામે આવતાં ગભરાતા. 1978માં તેઓ રિટાયર થઇ ગયા. થોડાં વર્ષ પશ્ચિમ બંગાળની મોહન બાગાન ક્લબ તરફથી ફૂટબોલ પણ રમ્યા. સરકાર રિટાયર થતા ખેલાડીઓનો ઉપયોગ નથી કરી શકતી અને એક સારા ખેલાડીનો અંત ખરાબ હોય છે.
છેલ્લા દિવસોમાં પથ્થરો તોડવા પડ્યા ગોપાલને ક્રિકેટર સુનીલ ગાવસ્કર દર મહિને 7,500 રૂ.ની મદદ કરતા હતા. છેલ્લા દિવસોમાં કામ ન મળ્યું તો પથ્થરો તોડવાનું કામ કરવા લાગ્યા હતા.દીકરીઓને 17 મહિનાથી પૌષ્ટિક આહાર નહીં, ભાત ખાઇને દહાડા કાઢી રહી છે
સલીમા ટેટે અને નિક્કી પ્રધાન જે સેન્ટરમાંથી ટ્રેનિંગ લઇને ઓલિમ્પિક્સ સુધી પહોંચી ત્યાંની ખેલાડીઓ નમક-ડુંગળી સાથે ભાત ખાઇને કોઇ સુવિધાઓ વગરના મેદાનમાં હોકીની પ્રેક્ટિસ કરી રહી છે.
નેશનલ મેચોમાં રાજ્યને ગોલ્ડ-સિલ્વર જીતાડનારી દીકરીઓને 17 મહિનાથી પૌષ્ટિક આહારના નાણાં નથી મળ્યા. રાજ્યના 3 મોડલ ટ્રેનિંગ સેન્ટર્સમાં 75 મહિલા ખેલાડી પ્રેક્ટિસ કરતી હતી. કોરોનામાં એપ્રિલ, 2020માં તમામને ઘરે મોકલી દેવાઇ. સિમડેગા હોકી અધ્યક્ષ મનોજ કોનબેગીએ કહ્યું કે દરેક ખેલાડીને રોજના 175 રૂ. મળવાના હતા પણ ન મળ્યા. મજબૂરીવશ તેઓ ભાત ખાઇને પ્રેક્ટિસ કરી રહી છે.
શ્વાસ ચાલશે ત્યાં સુધી રમત પ્રત્યે સમર્પિત રહીશ: દીપ્તિ સિમડેગાની દીપ્તિ કુલ્લૂ રાજ્યને હોકીમાં ઘણાં ગોલ્ડ-સિલ્વર મેડલ અપાવી ચૂકી છે. દીપ્તિના પરિવારની એટલી આવક નથી કે દીકરીની ફિટનેસ માટે દૂધ, પનીર, ઇંડાં અને નોન-વેજ ફૂડની વ્યવસ્થા કરી શકે. દીપ્તિના જણાવ્યાનુસાર, ફિટ રહેવું પડકારજનક છે. શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી રમત પ્રત્યે સમર્પિત રહીશ. ઇલી તિર્કી બીજાના ખેતરમાં મજૂરીકામ કરે છે. તેણે કહ્યું કે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે પણ મજબૂરી છે કે ગરીબીના કારણે તેવો આહાર નથી લઇ શકતી.