ભારતીય સામે કોઈના આવે!! આ શહેરમાં 18 વર્ષના યુવકે મારુતિ 800 ને બનાવી દીધી રોલ્સ રોય્સ, તસ્વીર જોઈ અક્કલ કામ નહીં કરે.
આ જગતમાં સર્જનહારે માણસને પણ સર્જનશક્તિ આપી છે, માણસ ધારે તો તે ગમે તે કરી શકે છે. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે, એક વ્યક્તિ એ પોતાના મગજનો એવો સદ ઉપયોગ કર્યો છે કે આ વિચારને જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે કોઈ વ્યક્તિ આવું પણ કરી શકે છે. આજના સમયમાં લોકો ઘરે બનાવેલા જુગાડનો ઉપયોગ કરીને એવી વસ્તુઓ બનાવે છે,
જેને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ. હાલમાં જ એક એક યુવાને એવો જુગાડ ચલાવ્યો કે તમે વિચારતા થઇ જશો. આ યુવાને મારુતિ 800ને માત્ર 45 હજાર રૂપિયામાં રોલ્સ રોયસમાં કન્વર્ટ કરી છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે.એક સમય હતો જ્યારે મારુતિ 800નો ક્રેઝ હતો, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા વિદેશોમાં પણ પ્રખ્યાત છે. ખરેખર,
આ કારનું બુકિંગ આપણા દેશમાં 9 એપ્રિલ 1983ના રોજ શરૂ થયું હતું. લોકો આ કારના એટલા ક્રેઝી હતા કે માત્ર 2 મહિનામાં 1.35 લાખ કાર બુક થઈ હતી. આજે પણ તમને આ કાર ઘણા લોકો સાથે જોવા મળશે, પરંતુ હવે કેટલાક લોકો એવા છે જેઓ આ કારને મોડિફાઈ કરીને તેને અલગ લુક આપી રહ્યા છે, જેનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર કેરળના હદીફ નામના છોકરાએ તેની યુટ્યુબ ચેનલ ટ્રિક્સ ટ્યુબ પર શેર કર્યો છે. આ સાથે છોકરાએ કાર સાથે જોડાયેલી કેટલીક વિગતો પણ શેર કરી છે. હદીફના કહેવા પ્રમાણે, તેને એક અનોખું વાહન બનાવવાનો વિચાર આવ્યો, ત્યારબાદ તેણે આ ચમત્કાર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું. વિડિયોમાં મોડિફાઈડ મારુતિ 800ની પહેલી ઝલક જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે આ કાર કોની છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. ખરેખર આ યુવાનની વિચાર શક્તિને સો સો સલામ.