ભક્ત અને ભગવાન એવી રીતે એક બીજા સાથે સંકળાયેલ છે. કે ઘણી વાર આવા ભક્તો ભગવાન ને ખુશ કરવા એવા કામો કરે છે,જેને જોઈ ને સૌ કોઈ આશ્ચરીય ચકિત થઇ જાય છે. આપડે અહીં એક એવાજ ભક્ત વિષે વાત કરવા જઈ રહિયા છીએ જે નવરાત્રી માં એક અનોખી રીતે માતા ની પૂજા કરે છે અને માતા ને રીઝવવાના પ્રયતન કરે છે. તો ચાલો આ સમગ્ર ઘટના વિસ્તાર થી સમજીયે.
આપડે સૌ જાણીએ છીએ કે હાલ નવરાત્રી ચાલી રહીછે આ દિવસોમાં માતા ના ભક્તો વિવિધ રીતે માતા ને ખુશ કરવાના પ્રયત્ન કરતા હોય છે. અહીં આપડે જે ભક્ત વિશે વાત કરવા જઈ રહિયા છીએ તે નવરાત્રી ના નવે નવ દિવસ પોતાની છાતી પર 21 કળશ મૂકીને માતાનું અનુસઠાન કરે છે. આ વ્યક્તિ નું નામ નાગેશ્વર બાબા છે. જેમનું મૂળ વતન દરભંગા નું કુશેશ્વર વિસ્તાર છે. હાલ તેઓ ન્યુ સચિવાલય પાસે પટનાના નૌલખા મંદિરમાં પોતાનું અનુસઠાન કરી રહિયા છે.
આ બાબા સાથે વાત-ચિત્ત માં જાણવા માળિયું કે તેઓ આવી રીતે છેલ્લા 25 વર્ષ થી માતા ની પૂજા કરે છે. તેમણે આ રીતે માતાની પૂજાની શરૂઆત વર્ષ 1996 થી કરી હતી શરૂઆતના સમય માં તેઓ એક કળશ છાતી પર રાખતા ત્યાર બાદ ધીરે ધીરે તેમણે કળશ ની સંખ્યા વધારી અને છેલ્લા 3 વર્ષથી તેઓ 21 કળશ રાખી માતાની પૂજા કરે છે. તેમના જણાવીયા મુજબ આવા કઠિન કાર્ય માટે માતા તેમને શક્તિ આપે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.