મુંબઈ થી આવી રહેલ 250- કિલો ગાંજા નો જથ્થો LCB ની ટીમે વોચ ગોઠવી ઝડપી પાડ્યો. ઘૂસેડવાની તરકીબ જાણી ચોકી જશે.
આજકાલના યુવાનો ખાસ તો અનેક પ્રકારના નશાઓના રવાડે ચડી જતા હોય છે. દારૂથી માંડીને ડ્રગ ના નશાઓના રવાડે ચડી જતા હોય છે અને આપણા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આપણા ગુજરાતમાં કોરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને ડ્રગ્સ પણ ઘુસેડવામાં આવતું હોય છે. ફરી 250 કિલો ગાંજા નો જથ્થો વલસાડ એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે.
આ બાબતે વાત કરીએ તો વલસાડ એલસીબી ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવી રહેલી એક નંબર પ્લેટ વગરની કાર કે જેમાં ગાંજા નો જથ્થો ગુજરાતમાં ઘૂસેડવામાં આવી રહેલ છે. જેના બાદ એલસીબી એ પારડી હાઇવે ઉપર પોતાની વોચ ગોઠવી હતી અને ચક્ર ગતિમાન કર્યા હતા. આ સમયે એલસીબી ની ટીમ જે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેને એક નંબર વગરની કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો.
પરંતુ કાર ચાલકે પકડાઈ જવાના ડરથી કાર ને સુરત તરફ હંકાવી મૂકી હતી. જે બાદ એલસીબી ની ટીમ દ્વારા કાર નો પીછો કરવામાં આવ્યો હતો. બાદમાં કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો અને એલસીબી ની ટીમે કાર ચેક કરતા કારમાંથી બે કિલો અને પાંચ કિલોના પેકેટમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 250 કિલો ગાંજાના જથ્થા સહિત કાર મળીને કુલ 40 લાખ થી પણ વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
બાદમાં પોલીસે બધો માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મુળીયા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આમ આટલી મોટી સંખ્યામાં ગાંજાનો જથ્થો પકડાતા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હતી. આવી રીતના યુવાનોને બરબાદ કરી નાખવાનું આ મોટો એક ખેલ ખેલવામાં આવતો હોય છે. યુવાનોમાં પણ એકવાર લત લાગ્યા પછી સહેલાઈથી છોડી શકતી હોતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!