બૉલીવુડ જગતમાં ફાટી પડયા દુઃખના કપરા વાદળો ! આ દિગ્ગજ અભિનેતાનું 67 વર્ષની વયે થયું દુઃખદ નિધન તો સૌ કોઈ રડ્યું….
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો મનોરંજન જગતમાં અનેક એવી દુઃખદ ખબરો સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ દુઃખ જ થતું હોય છે, તમને ખબર જ હશે કે હાલ આ દુનિયામાં અનેક મોટા મોટા કલાકારો હવે રહયા નથી, આ કલાકારોમાં દિગ્ગજ કલાકારો તો ખરા જ પરંતુ સાથો સાથ અનેક યુવાન વયના કલાકારોના પણ નિધન થઇ રહયા છે જે ખરેખર ખુબ જ દુઃખદ કહેવાય, હજી હમણાં જ CID ના કલાકારનું નિધન થયું હતું ત્યાં વધુ એક દુઃખદ ખબર હાલ સામે આવી છે.
હાલ સમાચાર આવ્યા છે કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા એવા મેહમુદ જુનિયર હાલ આ દુનિયામાં નથી રહયા, મેહમુદ જુનિયરે પોતાની કોમેડી તથા એક્ટિંગને લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી છાપ ઉભી કરી હતી. એવામાં હાલ તેઓના નિધનની ખબર સામે આવતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું. મેહમુદ જુનિયર 67 વર્ષની વયમાં તેઓનું હાલ કેન્સરને લીધે નિધન થયું છે.
તમને જણાવી દઈએ કે મેહમુદ જુનિયરે “કરવા”,”જુદાઈ”,”દાદાગીરી”,”હાથી મેરે સાથી” તથા “મેરા નામ જોકર” જેવી અનેક ફિલ્મોમાં પોતાનો ખુબ સુંદર એવો રોલ અદા કર્યો છે એવામાં રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે આ અભિનેતાનું તેના ઘરે નિધન થવા પામ્યું છે, જાણવા મળ્યું છે કે અભિનેતાનો “ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં” સારવાર ચાલી રહી હત.
આ ખબર દુઃખદ ખબર તેમના જ મિત્ર અભિનેતા એવા સલામ કાઝીએ લોકોને આપી હતી કે આ દિગ્ગજ કલાકાર હવે આ દુનિયામાં નથી રહ્યા, તેમના કરીબી મિત્રએ એપણ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી અભિનેતા બીમાર હતા એવામાં શરૂઆતમાં લાગ્યું કે તેઓને નાની-મોટી કોઈ સમસ્યા હશે પરંતુ અચાનક જ તેઓનો વજન ઘટવા લાગ્યો તો સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેઓને લીવર તથા ફેફડામાં કેન્સર છે તથા ટ્યુમર તથા કમળો પણ થઇ ગયો હતો.
તેઓ જયારે બીમાર હતા ત્યારે તેઓને મળવા માટે જોની લીવર પણ પોહચ્યાં હતા એટલું જ નહીં મહમૂદ જુનિયરે પોતાના મિત્ર જીતેન્દ્રને પણ મલ્યા હતા એવામાં હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા, ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સહ, ૐ શાંતિ.