Categories
Gujarat India National

આરોપી ને પકડીને લાવી રહેલ ભાવનગર પોલીસ સાથે રસ્તામાં થયું એવું કે 4 પોલીસ કર્મીના મૃત્યુ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજમાં પોલીસ વિભાગ કેટલો જરૂરી છે પોલીસ દ્વારા જ સમાજમા શાંતિ અને સુરક્ષા રહે છે. દરેક લોકોને જ્યારે પણ જરૂર પડે કે પોતે અસુરક્ષિત મહેસૂસ કરે ત્યારે પોલીસ ની મદદ લેવા માટે જાય છે અને પોલીસ પણ દરેક લોકો ની મદદ માટે સતત તૈયાર રહે છે.

આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થતાં હોઈ છે.

હાલમાં એક આવો જ દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં 4 પોલીસ કર્મી સાથે અકસ્માત સર્જતા 5 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત જયપુર જીલ્લાના શાહપુર માં આવેલા ભાબરું નજીક જયપુર દિલ્હી નેશનલ હાઇવે પર સર્જાયો છે. અહીં પોલીસ ની ગાડી સાથે ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે કે જ્યાં પોલીસ ની ગાડી અનિયંત્રિત થઈને પાસેના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો જેમાં ૪ પોલીસ ૫ લોકોના મૃત્યુ થયા છે.

અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ભુક્કા થઈ ગયા. અકસ્માત બાદ આસ પાસ ના લોકો અને સ્થાનિક પોલીસ બચાવવા કાર્ય કરવા લાગ્યા જેમાં માલુમ થ્યું કે ગાડીમાં સવાર લોકો ભાવનગર પોલીસ વિભાગ ના કર્મિઓ છે કે જેઓ એક આરોપીને હરિયાણા થી પકડીને ભાવનગર આવી રહ્યા હતા, અકસ્માત અંગે સ્થાનિક પોલીસ દ્વારા ભાવનગર પોલીસ ને જાણ કરવામાં આવી છે હાલ પોલીસ કર્મીઓ ના ગુજરાત પોલીસ માં હાલ શોક નો માહોલ છે.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો ગાડીમાં સાવર આરોપી ઉપરાંત ચાર પોલીસ કર્મી કે જેમાં શક્તિ સિહ યુવરાજ સિહ ગોહિલ, ભીખુ ભાઈ અબ્દુલ ભાઈ બુકેરા અને ઈરફાન ભાઈ આગવાન, મનસુખ ભાઈ બાલધીયા નો સમાવેશ થાય છે તેઓ મૃત્યુ પામ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *