આ મશહૂર અભિનેતાએ 60 વર્ષની વયે બીજી વખત લગ્ન કરી લીધા ! જુઓ કોણ છે આશિષ વિધાર્થીની પત્ની ને શું કરે છે? જુઓ લગ્નની તસ્વીર
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા અનોખા લગ્ન થઇ રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્ય થતું હોય છે, એવામાં બૉલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીને લઈને ખુબ મોટા સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે 60 વર્ષીય આશિષ વિધાર્થીએ બીજી વખત લગ્નના બંધનમાં બંધાયા હતા. આ યુવતી કોણ છે અને ક્યાંની છે તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.
તમને જણાવી દઈએ કે ગુરુવાર 25 મેંના રોજ આશિષે રૂપાલી બરુઆ જે મૂળ અસમની રહેવાસી છે તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.તમને ખબર જ હશે કે આશિષ ઘણા પુરસ્કાર વિજેતા છે. પરિવાર તથા મિત્રોની હાજરીમાં આશિષ વિધાર્થી મેજિસ્ટ્રેટ ઓફિસ પોહચ્યાં હતા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ચુપચાપ રીતે લગ્ન કરી લીધા હતા તેમ છતાં સૌ કોઈને આ લગ્ન અંગેની જાણ થઇ ગઈ હતી અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવી ગઈ હતી.
અમુક એહવાલો અનુસાર જાણવા મળ્યું છે કે આશિષ અને રૂપાલી થોડાક સમય પેહલા જ મળ્યા હતા જે બાદ તેઓને એકબીજા સાથે પ્રેમ થયો હતો અને પછી બંનેએ એક સાથે જીવન કાઢવાનું નક્કી કર્યું હતું અને કોર્ટ મેરેજ કરી લીધા હતા.આશિષે આ લગ્નને લઈને જણાવ્યું હતું કે જીવનના તેમના આ પડાવમાં તેમણે રૂપાલી સાથે લગ્ન કર્યા તે ખુબ અસાધારણ વાત છે.
આશિષ વિધાર્થીએ સામાન્ય કોર્ટ મેરેજ કરીને રાત્રે ગેટ તું ગેધર રાખ્યું હતું જેમાં અનેક લોકો તથા સગા સબંધી હાજર રહ્યા હતા. તમને ખબર જ હશે કે આશિષ વિધાર્થી બૉલીવુડ તથા હોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે અમુક ફિલ્મોમાં પોઝિટિવ તો અમુક ફિલ્મોમાં નેગેટિવ રોલ અદા કરીને લોકોનું દિલ જીત લીધું હતું.
અભિનેતાનો જન્મ 19 જૂન 1962માં દિલ્હીમાં થયો હતો જ્યા તેઓએ 1986ની અંદર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આશિષ વિધાર્થીએ અનેક હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે તેઓએ 11 અલગ અલગ ભાષાઓમાં લગભગ 300 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને ફિલ્મ જગતમાં પોતાનું ખુબ અનોખું યોગદાન આપેલ છે.