ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરે કરી શ્રી રામ મંદીરના ધ્વજદંડ ની પૂજા વિધિ, જુઓ વિડિયો
કરોડો હિન્દુઓનું સપનું ૨૨ જાન્યુઆરીએ પૂરું થશે, જ્યારે શ્રી રામ ભગવાન ભવ્ય મંદીરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે. આ મંદિરના ધ્વજદંડની પૂજા વિધિ અમદાવાદમાં ગોત્તા ખાતે સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવી હતી. આ તકે ગુજરાતના લોકપ્રિય ગાયક અને સાહિત્યકાર માયભાઈ આહીર તેમજ કિર્તીદાન ગઢવી એ પણ પૂજા વિધિનો લાભ લીધો હતો અને આ ખાસ વિડીયો તેમને સોશિયલ મીડિયામાં શેર કર્યો.
આ ધ્વજદંડ સંપૂર્ણ પીતળમાંથી બનાવવામાં આવ્યો છે. મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો અને તેની લંબાઈ 44 ફૂટની છે. આ ધ્વજદંડ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા બનાવવામાં આવ્યો છે.આ ધ્વજદંડ મંદીરના શિખર પર લાગશે અને તેના પર સનાતન ધર્મનો ધજા ફરકશે, જે વિશ્વમાં એક નવી ચેતના ને ઉજાગર કરશે અને યુગો પછી એક એવી શ્રણ આવી રહી છે, જ્યારે શ્રી રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બિરાજમાન થશે.
ધ્વજદંડની પૂજા વિધિ એ શ્રી રામ મંદિરના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો. આ પૂજા વિધિથી દેશભરના હિન્દુઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.ધ્વજદંડ એ એક ધાર્મિક પ્રતિક છે. શ્રી રામ મંદિર એ હિન્દુઓનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે.આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતાજીને બિરાજમાન કરવામાં આવશે. આથી ધ્વજદંડની પૂજા વિધિ એ શ્રી રામ મંદિરના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો.આશા છે કે આ પૂજા વિધિથી દેશભરના હિન્દુઓમાં ભક્તિની ભાવના વધશે.