Gujarat

આવા આલીશાન ઘરમાં રહે છે લોકલાડીલા કલાકાર અને સમાજ સેવક ખજુર ભાઈ અંદરના ફોટાઓ જોઇને ઘરની ભવ્યતા જોતા રહી જાસો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર મનુષ્યની ફરજ અન્યને મદદ કરવાની છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરી ને તેમનો ટેકો બનવાથી. એનોખા આનંદ ની પ્રાપ્તિ થાય છે. અને કહેવાય પણ છે કે સમાજ સેવા એજ સાચી પ્રભુ સેવા છે. પરંતુ આજે ઘણા ઓછા લોકો છે કે જે પોતાની પાસે રહેલ પૈસા કે અન્ય આવડતથી બીજા ને મદદ કરવાની વૃતિ રાખે છે. ખરાબ સમયમાં મદદ કરવાનાર વ્યક્તિ ભગવાનનું રૂપ જ માનવામાં આવે છે.

આપણે અહી જે વ્યક્તિ વિશે વાત કરવાની છે તેઓ પોતાના સમાજ સેવાના કર્યો અને સમાજ સેવાના પોતાના અડગ નિશ્ચય થી આજે અનેક લોકો માટે મસીહા સાબિત થયા છે. તેમના સમાજ સેવાના પ્રયત્ને અનેક લોકોના જીવનને બદલી નાખ્યા છે અને તેમના જીવનમાંથી દુઃખને દુર કરીને ખુશીઓ ભરી દીધી છે. આપણે સૌ જાણીએ છીએ ઇકે હાલમાં સોસ્યલ મીડ્યાનો જમાનો છે. લોકો દ્વારા સોસ્યલ મીડ્યાના અનેક માધ્યમ નો ઉપયોગ થાય છે.

અહી લોકો પોતાની આગવી કળા અને આવડત ને દર્શાવીને લોકોમાં ઘણી લોક પ્રિયતા મેળવે છે. આપણે અહી એક એવાજ સ્ટાર કલાકાર વિશે વાત કરવાની છે કે જેમણે આજે દરેક ઘરમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ દરેક વ્યક્તિ ઓળખે છે. આપણે અહી એ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની કોમેડી વિદેઓથી લાખો લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કર્યો છે. આપણે અહી લોક લાડીલા એવા ખજુર ભાઈ વિશે વાત કરવાની છે.

આપણે સૌ અવાર નવાર સોસ્યલ મીડયા પર ખજુર ભાઈના વિવિધ વીડિઓ ને જોઈએ છીએ. અને તેમના વીડિઓ નો આનંદ લઈએ છીએ પરંતુ તેમણે પોતાની કલાકારી ઉપરાંત સમાજ માટે જે કામો કર્યા છે. તે ઘણા જ સારા છે. જણાવી દઈએ કે ખજુર ભાઈ નું સાચું નામ નીતિન જાની છે. તેઓ પોતાના ભાઈ તરુણ સાથે પોતાના વીડિઓ બનાવે છે. આપણે સૌ તેમના વીડિઓ અવાર નવાર જોઈએ છીએ.

જણાવી દઈએ કે ખજુર ભાઈ એક સારા કલાકાર તો છે જ સાથો સાથ એક સારા વ્યક્તિ પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને દુનિયા કોરોના નામની મહામારી સાથે લડી રહી છે ઉપરાંત થોડા સમય પહેલા જ તૈઉતે નામના વાવાઝોડાએ અનેક લોકોને ઘણું નુકશાન પહોચાડ્યું હતું, ત્યારે આવા લોકોની મદદ માટે ખજુર ભાઈ સામે આવ્યા હતા અને પોતાના ખર્ચે અનેક લોકો પાક્કા ઘર બનાવી આપ્યા તથા કોરોના માં પણ તેમણે લોકોને ખોરાક થી લઈને અનેક જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં મદદ કરી માટે લોકો તેમને ગુજરાત ના સોનુ સુદ પણ કહે છે.

આપણે અહી ખજુર ભાઈના આલીશાન ઘર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ થોડા સમય પહેલા તેમણે પોતાના ઘરનો એક વીડિઓ શેર કર્યો હતો જેમાં જોવા મળ્યું કે ખજુર ભાઈ બારડોલીમાં પોતાના આલીશાન ઘરમાં રહે છે. વિદેઓમાં તેમણે પોતાના ઘરના અનેક આલીશાન રૂમ અને અન્ય જગ્યાઓ બતાવી ઉપરાંત તેમના ચોકીદાર અને અન્ય લોકો સાથે પણ વાત કરવી. જણાવી દઈએ કે ખજુર ભાઈના ઘરની ચારે તરફ કુદરતનો અણમોલ નજરો છે.

તેમના ઘરમાં એક પીપળા નું ઝાડ પણ છે જેના વિશે વાત કરતા ખજુર ભાઈએ જણાવ્યું કે આ પીપળો આજે બે માળ જેટલો ઉચો થઇ ગયો છે. પરંતુ તેઓ જયારે આવ્યા હતા ત્યારે તે ઘણો નાનો હતો, જે સમયે ઘર બનાવતા મજુરોએ તેમની પાસે પીપળાને કાપવાની વાત કરી ત્યારે તેમના પિતાએ આમ ના થવા દીધું કારણકે પીપળામાં પિતૃઓ નો વાસ હોઈ છે. અને ખજુર ભાઈને પણ કહ્યું કે ભવિષ્યમાં પણ આ પીપળો કપાવવો ના જોઈએ. આ ઉપરાંત તેમણે ઘર અને પોતાની અનેક યાદો લોકો સાથે શેર કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *