India

હોળીના દિવસેજ સર્જાયો એવો ભીષણ અકસ્માતકે વાચનાર દરેક રડી પડે! બે બાળકો અને મહિલા સાથે રસ્તામાં જ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રંગોનો તહેવાર હોળી નો સમય ચાલી રહ્યો છે. તેવામાં લોકો હોળી ના રંગ માં રંગાઈ ગયા છે દરેક જગ્યાએ હોળી ના પાવન સમયની ખુશીઓ છે દરેક લોકો આ સમય ગળાનો પૂરતો આનંદ માણી રહ્યા છે. તેવામાં હવે હોળી ની ખુશીઓ વચ્ચે અકસ્માત ને લઈને પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે.

હાલમાં ફરી એક અકસ્માત નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં હોળી ની ખુશીઓ વચ્ચે પરિવાર માં દુઃખનો માહોલ જોવા મળ્યો કારણ કે એકજ પરિવાર ના ત્રણ લોકોના અવશાન થવાના કારણે પરિવાર શોક મગ્ન થયો અકસ્માત માં એક મહિલા અને તેમના બે સંતાન સહિત ત્રણ લોકોના નિધન થી વિસ્તાર માં ચકચાર મચી જવા પામ્યો છે.

જો વાત આ અકસ્માત અંગે કરીએ તો અકસ્માત રાજસ્થાન ના ભરતપુર જિલ્લ માં સર્જાયો હતી અહીં અચાનક એક ટ્રક પુરપાટ ઝડપે આવતી કારની સામે આવી ગયો જે બાદ ટ્રકથી બચવાનો પ્રયાસ કરતી વખતે કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને ઘણી વખત પલટી માર્યા બાદ તે રોડની નજીકના ખેતરમાં પડી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા.

જો વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો ગાડીમાં રાખી નામની મહિલા પોતાના બે સંતાન સંસ્કાર કે જેની ઉંમર 8 વર્ષ છે જ્યારે 2 વર્ષના યુવંશ ઉપરાંત ત્રણ દેર ગોલુ, ઉતેશ અને જયસિંહ સવાર હતા જણાવી દઈએ કે રાખીનુ સાસરુ ભરતપુર જિલ્લાના બયાનના સિંહણ ખેડા ગામમાં છે, પરંતુ તે તેના પતિ અને બાળકો સાથે ભરતપુરમાં રહેતી હતી.

અને હોળી નિમિતે સાસરે જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો જેમાં માતા અને બાળકો મૃત્યુ પામ્યા જ્યારે ત્રણેય દેર ને ગંભીર ઈજા પહોંચી. હાલમાં આ અકસ્માત ને લઈને પરિવાર માં દુઃખ નો માહોલ છે કારણ કે પરિવારે પોતાના બે નાના બાળકો અને ઘરની વહુ ને ખોઈ બેસી. જેના કારણે હોળી ના આનંદ ને સ્થાને શોક જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *