ફરી એકવખત હત્યાનો ગંભીર બનાવ! ગ્રીષ્મા હત્યાની કોપી પરંતુ હત્યારાએ યુવતિના અંગો કાપ્યા અને તેની સાથે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રાજ્યમાં એક પછી એક હત્યા ના જે બનાવો સામે આવ્યા છે તેના કારણે સમાજ માં કાયદા વ્યસ્થા પર અનેક પ્રશનો ઉભા થયા છે. તેમાં પણ જે રીતે મહિલાઓ સાથે જે રીતે હત્યા અને ખરાબ ક્રુત્યો ના બનાવો સામે આવ્યા છે. તેના કારણે મહિલા સુરક્ષા નો પ્રશ્ન પણ ઊભો થાય છે. જ્યાં એક તરફ મહિલા સહશક્તિ કરણ ની વાતો થાય છે ત્યાં બીજી તરફ મહિલા સાથે થઈ રહેલ ગુનાહ ના બનાવો પણ વધી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ્ સૂરત માં જે નિર્દયતાથી ગ્રીષ્મા ની હત્યા કરવામાં આવી છે તેના કારણે આખા રાજ્ય માં ઘેરા પડઘા પડ્યા હતા આજે પણ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા નો કેશ ચાલી રહ્યો છે અને લોકો ગ્રીષ્મા ને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. જ્યાં એક તરફ ગ્રીષ્મા ને ન્યાય મળ્યો નથી ત્યાં ફરી એક્વખત ગ્રીષ્મા જેવો જ હત્યા નો બનાવ સામે આવ્યો છે.
જણાવી દઈએ કે હાલમાં હત્યા નો આવોજ બનાવ વડોદરા શહેરના જામ્બુવા વિસ્તારોમાં બન્યો છે. કે જ્યાં ફેનિલ જેવા એક પાગલ પ્રેમિએ એક યુવતિ ની નિર્મમ હત્યા કરી છે. જો વાત મૃત્યુ પામેલી યુવતિ અંગે કરીએ તો તેનું નામ તૃષા સોલંકી છે જ્યારે આરોપી હત્યારા નું નામ કલ્પેશ છે. આરોપી એ યુવતિ ને પાળિયાના 10 જેટલા ઘા ઝીંકી હત્યા કરી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર હત્યા ની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી જે બાદ યુવતિ ના આધાર કાર્ડ અને ગાડી પરથી યુવતિ ની ઓળખ કરવામાં આવી જે બાદ યુવતિ ના પરિવાર પાસે પુછ પરછ કરતા પરિવારે કલ્પેશ ઠાકોર નામના યુવક અંગે જાણ કરી જે બાદ પોલીસે આરોપિને પકડી પડ્યો.
શરૂઆત માં તો આરોપી પોતાનો ગુનોહ માનતો ના હતો પરંતુ બાદ માં બનાવના સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ ઉપરાંત કલ્પેશના મિત્રને તેની સામે લાવતા આરોપી અંતે પોતાનો ગુનોહ માની લીધો. જે બાદ આરોપિએ જણાવ્યું કે તેણે યુવતિ નાં જમણો હાથ કોણીથી કપી ઉપરાંત ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરી હતી.
જે બાદ આરોપિએ યુવતિના મોબાઇલ બંધ કરીને પોતાની બાઇકમાં સિટ નીચે સંતાડી દીધો. જોકે તેણે પોતાના મોબાઇલ ને ચાલુ રાખ્યો. કલ્પેશે હત્યા કર્યા બાદ પોતાના ઘરે આવી આરામથી સૂઈ ગયો હતો અને લોહિયાળ પાળિયા ને યુવતિની ઓઢણીથી સાફ કરી દુકાનમાં છુપાવી દીધું હતું. જોકે હાલમાં પોલીસે આરોપી ને પકડી પડ્યો છે અને હત્યા નો ભેદ ખૂલી ગયો છે.