India

વરમાળા સમયે મંડપમાં થયો એવો ખરાબ ખેલ કે વર આત્મ હત્યા કરવા મજબૂર બન્યો કારણ જાણી હેરાન થઈ જાસો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ને અલગ અલગ રૂપ, રંગ, આકાર કુદરત દ્વારા આપવામાં આવ્યો છે. માટે કુદરત દ્વારા મળેલ દરેક ના શરીરનો સન્માન કરવું જોઈએ અને કોઈ પણ નો મજાક ના ઉડાવવો જોઈએ. વ્યકતિ ના શરીર નો મજક ઉડાવ્વો કુદરત નો મજાક બનાવવા સમાન છે આપણે અહીં આવીજ એક ગંભીર ઘટના વિશે વાત કરવાની છે કે જેને જાણીને તમે પણ હેરાન રહી જાસો.

મળતી માહિતી અનુસાર આ બનાવ યુપીના ફરુખાબાદ નો છે અહીં નાં કોતવાલી કયામગંજ વિસ્તારનું ગામ સલેમપુર તિલિયન માં રહેતા યુવક ના લગ્ન જૌનપુરના સદર કોતવાલી સ્થિત હમઝાપુર ગામમાં ની એક કન્યા સાથે થવાની હતી જેને લઈને વર જાન સાથે લગ્ન મંડપ પર પહોંચ્યા. પરંતુ આ લગ્નમાં તેને અપમાન નો સામનો કરવો પડ્યો.

જણાવી દઈએ કે જે યુવતિ સાથે આ યુવક ના લગ્ન હતા તેણે લગ્ન કરવાની ના કહી. અને લગ્ન મંડપ પર પહોંચ્યા બાદ જ્યારે વર કન્યા ની રાહ જોઈ રહ્યો હોઈ છે ત્યારે કન્યા સ્ટેજના પગથિયાં સુધી આવી. તેણીએ વર તરફ જોયું અને શાંતિથી પાછી ફરી. આ જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. કેટલાક સમજી શક્યા કે ત્યાં સુધી માં તો કન્યાએ કહ્યું કે વરનો રંગ સારો નથી. હું તેની સાથે લગ્ન નહીં કરું.

દુલ્હનનો આ નિર્ણય સાંભળતા જ હાજર લોકોમાં મૌન છવાઈ ગયું હતું. આ પછી, બંને પક્ષોમાં પંચાયતનો રાઉન્ડ થયો હતો. કન્યા ને મનાવવાની અનેક મહેનત કરવામાં આવી પરંતુ દુલ્હનના ના પાડ્યા બાદ વાત આગળ વધી શકી ન હતી. આવી સ્થિતિમાં મોટા ભાગના બારાતીઓ પરત ફર્યા હતા. જો કે કેટલાક લોકો ત્યાં રોકાયા જેથી બીજી છોકરી શોધીને લગ્ન કરાવી શકાય. પરંતુ ઘણા પ્રયત્નો છતાં કોઈ છોકરી મળી ન હતી. ઉપરથી, કન્યા પક્ષે વરરાજા પાસેથી સ્વાગત માટે ના લગભગ 50 હજાર રૂપિયા પણ લીધા હતા. નિરાશ યુવક દુલ્હન વગર ઘરે પરત ફર્યો હતો.

આ સિવાય દુલ્હન લાવવાની આશામાં પણ ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ આશાઓ ઠગારી નીવડી. જે આઘાત યુવક સહન ન કરી શક્યો અને તેણે પોતાના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ગભરાયેલા પરિવારજનોએ મૃતદેહને ફાંસી પર લટકાવીને નીચે લાવ્યો અને ત્યારબાદ યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દુઃખદ અને દુ:ખદાયી બનાવને પગલે ગામમાં વિવિધ ચર્ચાઓ સાથે શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *