GujaratIndiaReligious

જાણો ક્યાં છે મનોકામના પૂર્ણ કરનાર આ મંદિર કે જ્યાં સક્ષાત બિરાજે છે બાર બીજના ધણી રામદેવ પીર..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી ધરતી ઘણી જ પાવન અને પુણ્યશાળી છે અહીં અનેક સાધુ સંતો થઈ ગયા આ ઉપરાંત આ પાવન ધારા પર ભગવાને પણ સાક્ષાત અવતાર લીધા છે. માનવ જાત ને સમયે સમયે માર્ગદર્શન આપવા માટે અનેક મહાન વ્યક્તિ પૃથ્વી પર આવ્યા. આપણે અહી રામદેવપીર વિશે વાત કરવાની છે.

જણાવી દઈએ કે એવી માહીતી છે કે રામદેવ પીર]નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાન ના બારમેર માં કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

જણાવી દઈએ કે રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ ( કૃષ્ણા ) ના અવતાર માનવામાં આવે છે. રામદેવ પીર ની પૂજા ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત ના વિસ્તાર માં કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

આપણે અહીં આવા જ એક મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં બાર બીજના ધણી તરીકે ઓળખાતા રામદેવ પીર સાક્ષાત બિરાજમાન છે આ મંદિર નીલકંઠ તોરણીયા ધામ તરીકે ઓળખાય છે. કે જ્યાં ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે અહીં દૂર દૂર થી લોકો દર્શને આવે છે અને આરતી નો લાભ લે છે અહીં એક ભવ્ય રસોડું પણ છે કે જ્યાં ભક્તો ને પ્રસાદી આપવાનું અને ભોજન આપવાનું કામ કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *