માતાની મૃત્યુ બાદ તેમની ઈચ્છા પુરી કારવા આ દિકરીએ જે કર્યું જાણશો તો તમને પણ ગર્વ થશે માત્ર ૨૦ વર્ષની ઉમરેજ….
મિત્રો કહેવાય છે કે વ્યક્તિ આશાવાદી હોવો જોઈએ. વ્યક્તિએ પોતાના જીવન ના ભવિષ્ય માટે અમુક વિચાર કર્યા હોઈ છે પોતે ભવિષ્યમાં શું કરશે તેને લઈને વ્યક્તિ હંમેશા વિચારતો રહે છે અને સુંદર જીવન ના સપનાઓ જુએ છે કહેવાય છે કે સપના જોવા વાળા લોકોના સપના હમેશા પુરા થાય છે જોકે આ માટે વ્યક્તિએ પોતે મહેનત કરવાની રહે છે. આપણે અહી આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક યુવતીએ પોતાની માતાની ઈચ્છા ને પૂરી કરવા માટે જે કર્યું તેણે ખરેખર ગર્વ અપાવે તેવું કર્યું.
આપણે અહી ધ્વની પટેલ વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં માત્ર ૨૦ વર્ષની ઉમરે આકાશ માં ઉચી ઉડાન ભરવા જઈ રહ્યા છે જણાવી દઈએ કે માત્ર ૨૦ વર્ષની ઉમરે ધ્વની પટેલની પસંગી અમેરિકામાં એક કોમર્શીયલ ફ્લાઈટના પાયલેટ તરીકે થઇ છે. તો ચાલો આપણે ધ્વની પટેલ વિશે થોડી માહિતી મેળવીએ જણાવી દઈએ કે ધ્વની પટેલ મૂળ વિરમગામ તાલુકાના ધાકડી ગામના છે પરંતુ હાલમાં તેઓ પરિવાર સાથે અમદાવાદ ના ઘાટલોડિયા માં રહે છે.
ધ્વની પટેલે અમદાવાદ માં ૧૨ સાઈન્સ નો અભ્યાસ પૂરો કરી અમેરિકા પાયલોટ બનવા માટે અભ્યાસ કરવા ગયા જ્યાં ૧ થી ૩ વર્ષમાં ૨૫૦ કલાક માં કરવાનો થતો અભ્યાસ તેમણે માત્ર ૧ વર્ષમાં કર્યો અને હાલમાં તેઓ પાયલોટ તરીકે પસંગી પામ્યા જણાવી દઈએ કે ધ્વની પટેલે ઘણી જ બાલ્ય અવસ્થામાં માતા નો સાથ ગુમાવ્યો હતો.
ધ્વની પટેલ ની માતા ની ઈચ્છા પુત્રીને પાયલોટ બનાવવાની હતી જે બાદ દિકરીએ પણ માતાની ઈચ્છા ને પૂરી કરવા ઘણીજ મહેનત કરી અને પાયલોટ બનીને પોતાનું અને પોતાની માતાનું સપનું પૂરું કર્યું જોકે માતા ના મૃત્યુ બાદ પુત્રીને આગળ વધારવામાં ધ્વની પટેલ ના પિતા જીતું ભાઈ પટેલ નનો ઘણો મોટો યોગદાન છે તેમણે દિકરી ને ભણાવી ગણાવી હોશિયાર કરી અને માતા વિના પુત્રી માયુશ ના થાય તેની પણ પુરતી તકેદારી રાખી હાલમાં ધ્વની પટેલ પિતા પુત્રી પર ગર્વ અનુભવી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો