પતિના જન્મ દિવસે અલ્પા પટેલે આપી ખાસ ભેટ આમ ભવ્ય રીતે ઉજવાયો જન્મ દિવસ જુઓ ફોટાઓ
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી સંગીતકાર દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે વિશ્વ ના લોકો ને ગુજરાતી સંગીત અને સંગીતકાર ઘણા પસંદ આવે છે માટે લોકો તરફ થી તેમને ઘણો પ્રેમ મળે છે આપણે અહીં આવાજ એક લોકપ્રિય ગુજરાતી સિંગર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.
આપણે અહીં અલ્પા પટેલ વિશે વાત કરવાની છે આપણે સૌ તેમના અવાજ ના ફેન છિએ. અલ્પા પટેલે પોતાની ગાયકી થી લોકોના દિલમાં પોતાની આગવી છાપ બનાવી છે અને લોકોને નચવા પર મજબૂર કર્યા છે. તેમના દરેક કાર્યક્રમ લોકોથી ભરાયેલા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે સોશ્યલ મીડિયા પર પણ અલ્પા પટેલ ઘણા લોક પ્રિય છે તેમના ફોટા કે તસ્વીર આવતા ની સાથે જ વાયરલ થઈ જાય છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે નવા જીવનની શરૂઆત કરી હતી જે બાદ લગ્ન, સગાઈ અને પ્રિ વેડિગ ના ફોટો ઘણા વાયરલ થયા હતા જોકે હાલમાં જ જ્યારે અલ્પા પટેલે પોતાના ભાઈ ના જન્મ દિવસે બુલેટ ગિફ્ટ આપી તેના કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
હાલમાં ફરી એક વખત અલ્પા પટેલ ચર્ચામાં છે કારણ કે અલ્પા પટેલ ના પતિ ઉદય ગજેરા નો જન્મ દિવસ છે જેની ઉજવણી મેં લઈને અલ્પા પટેલ ઘણા ચર્ચામાં છે. જણાવી દઈએ કે રાત્રી ના 12 વાગ્યા પછી ઉજવવામાં આવેલ આ પાર્ટીમાં પરિવાર અને અંગત મિત્રો હાજાર હતા.
આ જન્મ દિવસ પતિ ઉદય ગજેરા માટે ઘણો ખાસ હતો કારણ કે લગ્ન બાદ આ તેમનો પહેલો જન્મ દિવસ હતો જેને લઈને અલ્પા પટેલે પતિને મોંઘીદાટ ગિફ્ટ આપી હતી. જણાવી દઈએ કે અલ્પા પટેલે પતિ ને Iphone13 Pro મોબાઈલ ગિફ્ટ આપયો જેની કિંમત આશરે 1 લાખ 29 હજાર રૂપિયા છે. હાલમાં સોસ્યલ મીડયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.
જાણકારી માટે જણાવી દઈએ કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જે બાદ તારીખ 17 ફેબ્રુઆરી ના રોજ પવિત્ર અગ્નિ ની સાક્ષિએ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે સાત ફેર લીધા હતા. લગ્ન બાદ અલ્પા પટેલ ઉદય ગજેરા સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શને ગયા હતા.
જો વાત અલ્પા બહેના લગ્ન અંગે કરીએ તો તેમાં દેશ વિદેશ અને રાજ્યના અનેક ખાસ મહેમાનો આવ્યા હતા આ લગ્ન અલ્પા પટેલ ના ગામ માં જ રજવાડી ઢબે કરવામાં અવ્યા હતા જેમાં હાજર ગુજરાતી કલાકારોએ સુરોનિ રમઝટ બોલાવી હતી. લગ્નમાં અલ્પા અને ઉદય બંને ગુલાબી કપડાં માં ઘણા સુંદર લાગી રહ્યા હતા. આ સમયે લગ્ન પહેલા અલ્પા પટેલે ઉદય ને માંડવે વધાવવા પણ ગયાં હતા કે જ્યાં તેમણે પતિ સાથે ગરબા પણ કર્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.