મિત્રો આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિને જીવન જીવવા માટે ખોરાક અને પાણી ની જરૂર પડે છે તેના વિના માનવ જીવન સંભવ નથી જોકે આપણે સૌ જાણીએ છીએ ખોરાક વિના તો માનવી થોડા સમય પણ વિતાવી શકે છે પરંતુ પાણી વિના એક દિવસ પણ વિતાવવો મુશ્કેલ બને છે કારણ કે ખોરાક બનાવવાથી લઈને પીવા અને સફાઈ તથા અનેક કાર્યમાં પાણી ની જરૂર પડે છે જે પાણીના મહત્વને સમજાવવા માટે ઘણું ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં ઉનાળાનો સમય ગાળો શરુ થઇ ગયો છે. તેના કારણે હવે આકરી ગરમીના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાની શરૂઆત ની સાથે જ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ને લઈને સમસ્યા શરુ થઇ જાય છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકોના ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોચતા થઇ ગયા છે જેના કારણે અમુક લોકો પાણીનો બેફામ બગાડ કરે છે પરંતુ આજના સમયમાં દેશમાં ઘણા એવા પણ વિસ્તાર છે કે જ્યાં પીવાના પાણીની પણ સમસ્યા છે. લોકોને થોડા પાણી મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને ઘણી વખત પાણી મેળવવા પોતાના જીવને પણ જોખમમાં મુકવો પડે છે.
આપણે અહી આવાજ એક વિસ્તાર અંગે વાત કરવાની છે કે જ્યાં હાલમાં ઉનાળાની શરૂઆત ની સાથે જ પાણીની સમસ્યા વિકટ બની છે, આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજી વિસ્તારમાં થાય છે તેવામાં રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા એટલે કે સૌથી વધુ વરસાદ ધરાવતા કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીને લઈને મુશ્કેલીઓ સામે આવી રહી છે. અહીના લોકોને રોજીંદા કામો ઉપરાંત પીવાના પાણીને લઈને પણ ઘણી મહેનતા કરવી પડે છે.
તાલુકાના ઘોટવળના ગામની વાત કરીએ તો અહીની સ્થિતિ ઘણી જ કફોડી છે, જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે ત્યાજ પાણી ની સમસ્યા છે લોકોને પાણી માટે દુર દુર જંગલોમાં જવું પડે છે અહી પાણી માટે મુખ્ય રૂપે હેન્ડપંપ અને કુવો બેજ માધ્યમ છે જોકે ઉનાળાના કારણે હવે જળ સપાટી નીચે જતા પાણીની સમસ્યા જોવા મળે છે. મહિલાઓના જણાવ્યા અનુસાર તેઓ ઘરથી અનેક કિલો મીટર દુર પાણી માટે ફરે છે.
જળ સપાટી નીચે જતા જીવના જોખમે ડર લાગતો હોવા છતા પણ કુવામાં નીચે પાણી માટે ઉતરે છે છતા પાણી મેળવવું મુશ્કેલ બને છે. એક ઘડો પાણી મેળવવા ૨ થી ૩ કલાક થાય છે મહિલાઓ કુવામાં ઉતારી વાટકી વડે પાણી ભારે છે પાણીની અછત ના કારણે ચોમાસા સિવાયના સમયમાં ખેતી પણ થઇ શક્તિ નથી ઉપરાંત પશુઓને પણ ઘણ દુર સુધી ચારા પાણી માટે લઇ જવા પડે છે આટલી મહેનત કરવા છતાં પણ જરૂરી પાણી મેળવવું ઘણું મુશ્કેલ પદે છે. લોકો સરકાર પાસે પાણીની સમસ્યા ઉકેલવા અને કોઈ ઉપાય કરવા માટે અપીલ કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.