13 વર્ષ ની ઉંમરે લગાવી ફાશી, સ્ટંટના વિડિયો બનાવવા ના શોખીન નું થયું અવસાન…..
સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળી હતી. ધોરણ-8માં ભણતાં મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો તે હજુ રહસ્ય છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે મોતનું કારણ ફાંસો સ્પષ્ટ થયું હોવાનું પોલીસે જણાવ્યું છે. મીત સ્ટન્ટ સહિત ડાન્સના વિડીયો બનાવી સોશિયલ મીડીયા પર સતત અપલોડ કર્યાં કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને આ પછી ઘટના બની હોવાનું પીઆઈ એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું.
મૂળ અમરેલી જિલ્લાના કેરાળા (વીરડિયા) ગામના વતની અશ્વિન લક્ષ્મણભાઈ વીરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અનસુયા, દીકરી હેની ઉર્ફ હેતુ અને નાનો દીકરો મીત (૧૩ વર્ષ) છે. અશ્વિનભાઇ ઉધનામાં એમ્બ્રોઇડરી-ટેક્સટાઈલનું ખાતું ચલાવે છે. મીત હાલ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. હાલ લોકડાઉન અને વેકેશન હોવાથી તે ઘરે જ રહેતો હતો. મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખુબ જ શોખ હતો. તે બોક્સિંગ કરતો હોય એ રીતે દીવાલને મુક્કા મારતો રહેતો હતો.
આ પ્રવૃત્તિઓનો તે વીડિયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હતો. મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટંટ કરતો હતો. સાંજે 7 વાગ્યા સુધી પણ તે ઘરમાં ન આવતાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી. પહેલી નજરે ભાઇ બેસેલો હોય એવું જણાયું હતું. પરંતુ નજીક જઈને જોતાં તે ફાંસો લાગેલી હાલતમાં હતો. ગેલેરીમાં પાંચેક ફુટ ઉપર લાગેલા ખિલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી. તેને તાત્કાલિક સુરત ડાયમન્ડ હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં તેને મૃત જાહેર કર્યો હતો.
મીતના પિતાએ જણાવ્યું હતું કે તેને સ્ટંટ કરવાનો બહુ શોખ હતો, ડાન્સ કરવાની એક તક જવા દેતો ન હતો. આવી રીતે ફાંસો લાગ્યો તે માનવામાં નથી આવતું. કાંઈ કહી શકાય નહીં. કોઈના પર શંકા નથી. અમે તો જાણે સર્વસ્વ ગુમાવી દીધું છે.પીએસઆઈ એમ.બી. પઢિયારે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ તારણ જાણવા મળ્યું છે. જો કે, તેણે જાતે ફાંસો ખાધો કે રમતાં રમતાં દુપટ્ટો ગળે વીંટળાઈ ગયો તે હજુ તપાસનો વિષય છે. તેની ગરદન પણ ઝુકી ગયેલી જોવા મળી હતી.
સાઈકોલોજીમાં મનુષ્યની સુષુપ્ત ઈચ્છાઓમાં બે પરસ્પર વિરોધી એવી ઈચ્છાઓનું વર્ણન છે. પહેલી છે ‘ઈરોસ’ ઉર્ફે જીજિવિકા, અર્થાત જીવવાની લાલસા અને બીજી છે ‘થેનેટોસ’ ઉર્ફે મૃત્યુ પામવાની ઈચ્છા, અર્થાત મુમૂર્ષા. આ બંને અજાગ્રત ઈચ્છાઓ જીવનભર અલગ અલગ સ્વરૂપે પ્રગટ થતી રહે છે. જેમ કે ‘થેનેટોસ’ વધારે હોય તે વ્યક્તિ વ્યસન, જોખમી લાઈફસ્ટાઈલ યા જીવસટોસટના સ્ટંટ કરતો રહે. અને ક્યારેક ‘મુમૂર્ષા’ તેનું કામ કઢાવી લે છે.
તરુણોમાં જોમ, સાહસિક વૃત્તિ, કશુંક નવું કરવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેમાં ગ્લેમર વર્લ્ડના રોલમોડેલ ભળે છે. વળી તેમની પાસે હાથવગા ડિજિટલ ટુલ્સ હોય છે. શરૂ શરૂમાં ટાઈમપાસ જેવા લાગતાં સ્ટંટ ક્યારેક ખૂબ એપ્રીસીએશન મળવાની આનંદ પ્રાપ્તિનો અને ઈગો પ્રેમ્પરિંગનો સોર્સ બની જઈ શકે છે. અને જો આ પ્રવૃત્તિ સંયમિત, મોનીટર્ડ, રેગ્યુલાઈઝ્ડ રસ્તે આગળ વધવાને બદલે ‘મેજર રીસ્ક ટેકીંગ બીહેવીયર’ બનીને આગળ વધે તો આવી કરુણાંતિકા સર્જાઇ શકે છે.
આવા કરુણ અકસ્માતો ભલે જ્વલ્લે બને છે, પણ વાલીઓ માટે રેડ સિગ્નલ જેવા બની રહે છે. તરુણોને ઓવર સપ્રેસ્ડ, ઓવરડીસીપ્લીન્ડ પણ ન બનાવી શકાય, અને ટોટલી નિગ્લેક્ટેડ, લીબરેટેડ, અનમોનીટર્ડ પણ ન રાખી શકાય. આ બંને વચ્ચેનું સંતુલન જેટલું જ ડેલીકેર અને ડીફીકલ્ટ ટુ પ્રેક્ટિસ હોય છે. સ્ટંટ ક્યારેક ‘થ્રીલ’ને બદલે ‘Kill’ કરી નાખે ત્યારે બધાને હચમચાવી નાખે છે.